________________
વડા વન
પ્રૌઢાવસ્થામાં ધર્મજીવનનું આયોજન :
બીજો એક અગત્યને મુદ્દો જે આ જમાનાને અનુસરીને વિશેષ વિચારણા માગી લે છે તે છે સેવા સમર્પણતાને ભાવ. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ શક્તિઓ ધરાવનારા મનુષ્ય, મુખ્યપણે, આપણા દેશમાં, શહેરમાં વસે છે. જે તેઓ ખરેખર વિવેકી હોય તે પચાસ વર્ષની ઉંમરે પહોંચતાં કઈ રીતે સમાજના આધ્યાત્મિક વિકાસમાં તેઓ ભાગ લઈ શકે તે વિશે તેમણે ચોક્કસ નિર્ણય પર આવવું જોઈએ. વિવેકી ધાર્મિક પુરુષે પચાસ વર્ષની ઉંમર પછી ગૃહસ્થ-વ્યવસ્થાની મમતા ઓછી કરવી જોઈએ. આ માટે પિતાના વતનની આજુબાજુ કોઈ સારાં ધર્મસ્થાનકે કે તીર્થો હોય તે ત્યાં વારંવાર જવું જોઈએ, સત્સંગાદિ કરવા જોઈએ અને થોડા સમયમાં તીર્થની સેવા માટે, મુમુક્ષુ-સાધર્મીઓની અને યાત્રિકોની સેવા માટે પિતાના જીવનને મેટો ભાગ આવાં તીર્થમાં ગાળવે જોઈએ જેથી સેવા-પૂજા વન્દનાની આરાધનામાં પ્રવર્તવાનું તેનાથી સ્વયં બનતું જશે, તે નીચે પ્રમાણે
(૧) તીર્થમાં રહેવાથી શાંત, પવિત્ર વાતાવરણને તેને લાભ મળશે અને સાત્વિક દિનચર્યાનું સહેજે સહેજે પાલન થશે.
(૨) ત્યાં આવતા સંત-મહાત્માઓ મુનિજને કે બીજા મુમુક્ષુ યાત્રિકના સત્સંગને, આહારદાનને સેવા-સુશ્રષાને પણ તેને લાભ મળી શકશે.
(૩) ભગવાનની સેવા-પૂજા કરવાને અવસર પ્રાપ્ત થશે, પગારદાર-પૂજારીઓ પર ઓછો આધાર રાખવું પડશે અને એ રીતે તીર્થની સેવાને લાભ મળશે, જેથી તીર્થની વ્યવસ્થા કરકસરયુક્ત, સુઆજિત અને સુદઢપણે થઈ શકશે.
() વાંચન-લેખન-ચિંતન-મનન અને સત્સંગાદિમાં પ્રવૃત્ત થવાથી ઘર-કુટુંબાદિકની મમતા પરમાર્થથી ઘટશે અને સંયમમાર્ગમાં આગળ વધવાની યેગ્યતા પ્રાપ્ત થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org