________________
ભજનધન-પદ સચય
ઊર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણુઓ સહુ ભાગે મારી; માયાનું આ ઝેર ઉતારે, અમૃતના સિંચનાર.
પ્રભુજી. ૨ અંધારું અંતર ઓરડીએ, પલ પલમાંહી પાપે પડીએ; ભક્તિની જ્યોતિ પ્રગટાવે, પ્રકાશના કરનાર.
પ્રભુજી. ૩ જોગીશ્વર ના જાણે ભેદે, ગુણલા ગાતાં થાકે વેદે; પામર કયાંથી જાણે પુનિત, ગુણગણના ભંડાર.
પ્રભુજી. ૪ (૧૦)
(રાગ યમનkયાણુ-તાલ કરવા) સહજામસ્વરૂપ, ટાળે ભવકૂપ, અખિલ અનુપમ બહુનામી; પ્રભુ નિષ્કામી, અંતરજામી, અવિચળધામી હે સ્વામી ! જય જય જિનેન્દ્ર, અખિલ અજેન્દ્ર, જય જિનચન્દ્ર હે દેવા; હું શરણ તમારે, આ દ્વારે, ચઢ હારે કશું સેવા; સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હે સ્વામી. સહજા૦૧ જય મંગલકારી, બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ અભયપદ ચહું છું, કરગરી કહું છું, શરણે રહું છું સ્તુતિ કરીએ આ લક્ષચોરાસી, ખાણ જ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી.
| સહજા૨ નવ જે કદાપિ, દેશે તથાપિ, કુમતિ કાપી હે ભ્રાતા; મુક્તિપદ દાતા, પ્રમુખ મનાતા, સન્મતિ દાતા હે ત્રાતા; કૃતિએ નવ જેશે, અતિશય દોષે, સઘળા ખેશ સ્વામી.
સહજા૦૩ હું પામર પ્રાણીનું દુઃખ જાણી, અંતર આણને તારે ઘર ધંધાધાણી, શિર લઈ તાણી, ભટક્યો ખાણ ભવ ખારે. મને રસ્તે ચડાવે, કદી ન ડગાવે, ચિત્ત રખાવે દુઃખ વામી.
સહજ ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org