________________
श्रीगौतमादिसूरीशैराराधितमबाधितम्।
श्रीदेवचन्द्रगुरव: सूरिमन्त्रमचीकथन् ।।५९।। -पंचभि: कुलकम् । तिरस्कृतकलाकेलि: कलाकेलिकुलाश्रयः ।
हेमचन्द्रप्रभुः श्रीमान्नाम्ना विख्यातिमाप सः ॥६० ।। तदा च पाहिनी स्नेहवाहिनी सुत उत्तमे।
तत्र चारित्रमादत्ताविहस्ता गुरुहस्तत: ॥६१।। प्रवर्तिनीप्रतिष्ठां च दापयामास नम्रगीः ।
तदैवाभिनवाचार्यो गुरुभ्यः सभ्यसाक्षिकम् ।।६२ ।। सिंहासनासनं तस्या अन्वमानयदेष च । ____ कटरे जननीभक्तिरुत्तमानां कषोपल: ॥६३ ।। श्रीहेमचन्द्रसूरि: श्रीसङ्घसागरकौस्तुभः ।
विजहारान्यदा श्रीमदणहिल्लपुरं पुरम् ॥६४ ।। અર્થ :- શ્રી નેમિનાથના નામથી પ્રસિદ્ધ એવા શ્રી રૈવતાવતારતીર્થમાં ગીતાર્થોની અનુમતિથી તેમણે એકાગ્ર ધ્યાન કર્યું. એટલે નાસિકાના અગ્રભાગે દષ્ટિ સ્થાપન કરી સાવધાનપણે ધ્યાન કરતાં અર્ધરાત્રે બ્રહ્મતેજના નિધાનરૂપ સરસ્વતી દેવી તે મુનિને સાક્ષાત્ થઈ અને કહેવા લાગી કે - “હ નિર્મળમતિ વત્સ! તું દેશાંતર જઇશ નહિં. તારી ભક્તિથી સંતુષ્ટ થયેલ હું અહીં જ તારી ઈચ્છા પૂર્ણ કરીશ.' એમ કહીને ભારતદવી અદશ્ય થઈ ગઈ. એટલે તેની સ્તુતિમાં રાત ગાળીને પ્રભાતે તે પાછા ઉપાશ્રયમાં આવ્યા. એમ સરસ્વતીના પ્રસાદથી સોમચંદ્રમુનિ સિદ્ધસારસ્વત, વિદ્વાનોમાં અગ્રેસર અને ઉદ્ભવતા અંતર શત્રુઓને અગોચર થયા.
એવામાં પ્રભાવક પુરુષની ધુરાને ધારણ કરવામાં સમર્થ એવા સોમચંદ્રમુનિને સૂરિપદને યોગ્ય સમજી શ્રીસંઘને બોલાવીને શ્રી દેવચંદ્ર ગુરુ વિચારવા લાગ્યા કે“યોગ્ય શિષ્યને આચાર્યપદે સ્થાપી અમારે આત્મસાધન કરવું ઉચિત છે. અમારા પૂર્વના આચાર્યો પણ સદા એ આચાર આચરતા આવ્યા છે. પછી તે જ વખતે સુજ્ઞ નૈમિત્તિકો પાસે તેમણે મુહૂર્તનો વિચાર ચલાવ્યો. એટલે તેમણે પણ વિચાર કરીને આ પ્રમાણે સર્વોત્તમ ગુણયુક્ત સમય બતાવ્યો- કર્કરાશિમાં ગુરુ હોય, મેષમાં બુધયુક્ત
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org