________________
સૂર્ય હોય, વૃષમાં ચંદ્ર અને ધનમાં છઠો ભૌમ લાભસ્ત હોય, ધર્મસ્થાન મીનમાં શુક અને વૃષમાં અગિયારમો શનિ હોય, કન્યામાં ત્રીજો રાહુ સર્વ વિઘ્નોનો નાશ કરે છે, એમ સર્વ ગ્રહોના બલયુક્ત લગ્ન સમૃદ્ધિ કરનાર નીવડે છે. વળી પૂર્વ હોરા ચાંદી હોય, દ્રષ્કાણ પ્રથમ હોય, વર્ગોત્તમ ચંદ્રાંશ નવમો કે બારમો હોય, ગુરુનો ત્રીશમો અંશ હોય કે છઠો હોય- આ ગુણમંડિત લગ્નમાં જે દેવકે પુરુષની પ્રતિષ્ઠા થાય છે તે રાજમાર્ચ, જગપૂજ્ય અને જગતમાં મુગટ સમાન માનનીય થાય છે.'
એ પ્રમાણે મુહૂર્તનો નિર્ણય કર્યા પછી વૈશાખ મહિનાની તૃતીયાના દિવસે શ્રી સંઘ તથા નગરના અધિકારીઓએ મહોત્સવ શરુ કરતાં, ચોતરફ મંગલ વાદ્યોના નાદથી વાતાવરણ શબ્દમય બન્યું. પછી સમય સૂચિત થતાં અવાજ બંધ થયો. નંદી વિધિ પૂર્વક પૂરક ધ્યાનથી શ્વાસ પૂરતાં અને કુંભકથી તેનો ઉભેદ કરતાં શ્રી દેવચંદ્રસૂરિએ અંતરાત્મામાં નિષ્ઠાવાળા અને સુજ્ઞ શિરોમણી એવા શ્રી સોમચંદ્રમુનિના કાનને અગરુ , કપૂર અને ચંદનના દ્રવથી ચર્ચિત કરીને પૂર્વે શ્રી ગૌતમાદિસૂરીશ્વરોએ અબાધિતપણે આરાધેલ સૂરિમંત્ર તેમને કાનમાં સંભળાવ્યો. એટલે કામદેવનો તિરસ્કાર કરનાર તથા અનેક કળાઓના આધારરૂપ એવા શ્રી સોમચંદ્રમુનિ શ્રી હેમચંદ્રસૂરિ એવા નામથી વિખ્યાત થયા.
તે વખતે પોતાનો પુત્ર આવી ઉચ્ચપદવી પર આવતાં સ્નેહને ધારણ કરનાર પાહિની શ્રાવિકાએ પોતાના મનમાં લેશ પણ વ્યાકુળતા ન લાવતાં ગુરુના હાથે ચારિત્ર અંગીકાર કર્યું, એટલે તે અભિનવ આચાર્યે ગુરુને વિનંતી કરીને સભા સમક્ષ તે જ વખતે ગુરુના હાથે પોતાની માતા સાધ્વીને પ્રવર્તિનીપદ અપાવ્યું અને તેને સિંહાસન પર બેસવાનું શ્રી સંઘ પાસે તેમણે કબૂલ રખાવ્યું. અહો ! ઉત્તમ પુરૂષોની માતૃભક્તિ કેવી અદ્ભૂત હોય છે.
હવે શ્રી સંઘરૂપ સાગરના કૌસ્તુભ સમાન શ્રીહેમચંદ્રસૂરિએ એકવાર અણહિલ્લપુર નગર તરફ વિહાર કર્યો.
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org