________________
થયેલાં ગુર્જર ધરાધિપતિ શ્રી વિરધવલરાજાનાં રાજ્યની ધુરા ચલાવનારા વસ્તુપાલતેજપાલ નામના બે ભાઈઓ શ્રેષ્ઠ મંત્રીવરો હતા. ત્યાં તેજપાલ મંત્રીએ ગિરનારની તળેટીમાં પોતાના નામથી અંક્તિ શ્રેષ્ઠ ગઢ-મઠ-પરબ-દેરાસર-બાગ-બગીચાથી રમણીય એવું તેજલપુર ગામનું નિર્માણ કરાવ્યું.
ત્યાં આગળ પિતાના નામથી અંકિત થી આસરાજવિહાર નામનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય કરાવ્યું. અને માતાના નામથી અંકિત કુમાર સરોવર નામે સરોવરનું નિર્માણ કરાવ્યું.
તેજલપુરની પૂર્વ દિશામાં ઉગ્રસેન નામનો દુર્ગ યુગાદિનાથના મુખ્ય જિનમંદિરથી સુશોભિત છે. તેના ત્રણ નામો પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે ઉગ્રસેન દુર્ગ, અંગાર દુર્ગ, જુનાગઢ.
ગઢની બહાર દક્ષિણ દિશામાં ચોરી, ચોતરું, લાડુ જેવા ઢગલાં (ઘોરા) ઢોરોનો વાડો પશુવાટક (બગીચો) વિ. સ્થાનો રહેલાં છે.
ઉત્તર દિશામાં વિશાલ સ્તંભ, શાળાથી શોભિત દસ દસાર મંડપ, ગિરિદ્વાર પર અને પાંચમો વાસુદેવ દામોદર (કૃષ્ણ) આદિ સ્થાન સુવર્ણરેખા નદીના તટ ઉપર છે.
તેજપાલ મંત્રીએ કાલમેઘની પાસે સેવા = અનુસરણ વિનંતી કરીને સંઘને બોલાવ્યો. ઉજજયંત શિખરની અનુક્રમે જાત્રા કરાવી. વસ્તુપાલ મંત્રીએ શત્રુંજ્યાવતારભવન, અષ્ટાપદ મંડપ, કપર્દિયક્ષ, મરુદેવી પ્રાસાદ કરાવ્યો અને તેજપાલમંત્રી વડે કલ્યાણકવય” ચૈત્ય કરાવ્યું. તેજપાલ મંત્રી વડે ઈંદ્ર મંડપનો ઉદ્ધાર કરાવ્યો. એ રાવણ-ગજપદ-મુદ્રાથી અલંકૃત ગજપદકુંડ છે. ત્યાં આગળ યાત્રા કરવા માટે આવેલા લોકો અંગનું પ્રક્ષાલન કરીને દુ:ખોને જલાંજલિ આપે છે. (નાશ પામે છે)
છત્રશિલાની મેખલા ઉપર સહસ્ત્રાંબ નામનું વન છે તે સ્થળે જાદવકુલમાં દીપક સમાન, શિવા-સમુદ્રવિજયના પુત્ર, શ્રી નેમિનાથના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ ત્રણ કલ્યાણક થયેલાં.
ગિરિ શિખર ઉપર શાંબ કુમારનું અને બીજા શિખર ઉપર પ્રદ્યુમ્નનું બિંબ છે. એ પ્રમાણે પર્વતનાં સ્થાને સ્થાને દેરાસરોમાં રત્ન સુવર્ણમય જિનબિંબો પ્રતિદિન
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org