________________
એક વખત ઉત્તર દિશાના આભૂષણ સમાન કાશ્મીર દેશથી “અછત અને રતન નામના બે ભાઈ સંઘપતિ બનીને ગિરનાર પર્વત ઉપર આવ્યા.
ત્યાં આગળ ઉતાવળમાં ઘટ્ટ કેસરના રસથી ભરેલા કળશો દ્વારા પ્રતિમાનો અભિષેક કર્યો. ત્યારે શ્રી નેમિનાથ ભગવાનની લેણ્યમયી પ્રતિમા ઓગળી ગઈ.
તેથી જ જાત પ્રત્યે ઘણો ખેદ અને શોક કરતાં તેઓએ આહારના પચ્ચખાણ ર્યા. એકવીસ ઉપવાસ પછી ભગવતી એવી અંબિકા દેવી સ્વયં આવી. સંઘપતિને ઉઠાડ્યા. સંઘપતિએ દેવીને દેખીને જયજયકાર શબ્દ કર્યો.
તેથી દેવીએ કહ્યું આ બિંબને ગ્રહણ કરો પરંતુ પાછળ ના જોશો. તેથી અછત સંઘપતિએ એક તાંતણા વડે ખેંચીને રત્નમય શ્રી નેમિનાથની પ્રતિમાને કંચન બલાનક (અગ્રચોકી)માં લાવી. પ્રથમ ભવનની દેરી ઉપર આરોપણ કરી ઘણાં જ હર્ષથી ભરેલાં સંઘપતિ વડે પાછળ જોવાઈ ગયું. તેથી પ્રતિમા ત્યાં જ નિશ્ચલપણે સ્થિર થઈ ગઈ. દેવી વડે ફૂલની વૃષ્ટિ કરાઈ. જય જય શબ્દ કરાયો.
આ બિંબને વૈશાખ સુદ પૂનમના દિવસે પશ્ચિમ દિશા તરફ મુખવાળા નવા કરાવેલા ભવનમાં સંઘપતિ વડે સ્થાપન કરાયું. સ્નાત્ર મહોત્સવ કરીને અજીત પોતાના ભાઈ સાથે પોતાના દેશ તરફ ગયો. કલિકાલમાં દુષ્ટ ચિત્તવાળા માણસોને જાણીને ઝળહળતા એવા મણિમય બિંબની કાંતિને અંબાદેવીએ ઢાંકી દીધી.
પહેલાં ગુજરાતના જયસિંહરાજા વડે ખંગાર રાજાને હણીને સજ્જનને દંડાધિપતિ તરીકે સ્થાપન કર્યો. તેણે નવા નેમિનાથ જિનેશ્વરનું નવું ભવન વિ.સં.૧૧૮૫ માં કરાવ્યું.
માલવદેશના મુખ ના મંડલ સમાન સજ્જન ભાવડ શેઠે સુવર્ણનું આમલસાર કરાવ્યું. શ્રીમાલકુલમાં ઉત્પન્ન થયેલાં ચૌલુક્ય વંશનાં ચક્રવર્તી સમાન કુમારપાલ રાજા વડે સ્થાપેલ સોરઠના દંડાધિપતિએ વિ.સં. ૧૨૨૦ માં પગથીયા કરાવ્યા.
તેની ભાવના અનુસાર ધવલ વડે વચ્ચે વચ્ચે પરબો કરાવાઈ. પગથિયાં ચઢતાં માણસો વડે દક્ષિણ દિશામાં લક્ષારામ દેખાય છે.
અણહિલપુર પાટણ નગરમાં પોરવાલકુલ મંડણ આસરાજ-કુમારદેવીથી ઉત્પન્ન
ગિરનાર ગ્રંથોની ગોદમાંe
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org