________________
શ્રી ઉજ્જયન્તમહાતીર્થ કલ્પ
अत्थि सुरट्ठाविसए उज्जिंतो नाम पव्वओ रम्मो । तस्सिहरे आरुहिउं भतीए नमहं नेमिजिणं ।। १ ।।
સોરઠ દેશમાં ઉજ્જયંત નામનો મનોહર પર્વત છે, તેના શિખર ઉપર ચડીને નેમિનાથ નાથને ભકિત વડે નમસ્કાર કરો. ॥ ૧ ॥
अंबाइअं च देविं न्हवणच्चणगंधधूवदीवेहिं ।
पूइय कयप्पणामा ता जोअह जेण अत्थत्थी ॥ २ ॥
સ્નાન, પૂજન, ગંધ, ધુપ, દીપ વડે અંબાદેવીને પુજનારા અને પ્રણામ કરનારા મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ।। ૨।
गिरिसिहरकुहरकंदरनिज्झरणकवाडविअडकूवेहिं।
जोएह खत्तवायं जह भणियं पुव्वसूरिहिं ॥ ३ ॥
જેવી રીતે પૂર્વસૂરિઓ વડે કહેવાયુ તેમ ગિરિશિખરની નાની મોટી ગુફા, ઝરણા, નાના મોટા અવાડા, કપાડ અને વિકટકુવાઓ વગેરે સ્થળે ક્ષેત્રપાળને દેખો. ॥ ૩ ॥
कंदप्पदप्पकप्परणकुगइविहवणनेमिनाहस्स ।
निव्वाणसिलानामेण अत्थि भुवणंमि विक्खाया ॥ ४ ॥
કામદેવના અભિમાનને કાપવાવાળા અને ફુગતિને નાશ કરવાવાળા એવા નેમિનાથ ભગવાનનું દેરાસર નિર્વાણશિલા નામ વડે ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ છે. ॥ ૪ ॥
तस्स य उत्तरपासे दसधणुहेहिं अहोमुहं विवरं । दारंमि तस्स लिंगं अवयाणे धणुह चतारि ॥ ५ ॥
તેની ઉત્તર દિશામાં દશ ધનુષ નીચે અધોમુખ વિવર - ગુફા છે. તેના દ્વાર ઉપર ચાર ધનુષ નીચે અવદાન લિંગ છે. ॥ ૫ ॥
तस्स पसुमुत्तगंधो अत्थि रसो पलसपण सयतंबं । विंधेति कुणइ तारं ससिकुंदसमुज्जलं सहसा ।। ६ ॥
ગિરનાર: ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
૨૧
www.jainelibrary.org