________________
अन्यस्था अपि भविनो, यद्ध्यानाद् घातिकर्म मलमुकतः । सेत्स्यति भव चतुष्के, स जयति गिरिनारगिरिराज: ।। १९ ।।
બીજા સ્થાનમાં પણ રહેલા ભવ્ય જીવો જેનાં (શ્રી ગિરિનારજીના) ધ્યાનથી ઘાતીકર્મના મળ દુર કરી ચાર ભવમાં મોક્ષ પામે છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે
૭. || ૧૯ ||
नित्यानित्य स्थावरजंगमतीर्थाधिकं जगतत्रितये । पर्वसु ससुरेन्द्रार्च्य: स जयति गिरिनारगिरिराज: ।। २० ।।
ત્રણે જગતમાં રહેલ નિત્ય અનિત્ય સ્થાવર જંગમ તીર્થોથી અધિક શ્રેષ્ઠ છે. અને પર્વ દિવસોમાં દેવો સહિત ઈન્દ્રો જેને પુજે છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે.
11 2011
रैवतकस्फुटिकाचल चिंतामणिरमिततेजसा सह्यः ।
श्रीमानरिष्टनेमिः स जयति गिरिनारगिरिराज: ।। २१ ।।
શ્રી રૈવતક નામના પ્રસિદ્ધ પર્વતને વિષે ચિંતામણી સમાન ભગવાન શ્રી અરિષ્ટનેમિ ઘણા તેજથી જ્યાં સુંદર શોભી રહ્યા છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે.।૨૧। श्रीब्रह्मेन्द्रकृतेऽयं श्रीनेमिमूर्तिरमरगण पूज्याः ।
विंशतिसागरकोटी: स जयति गिरिनारगिरिराज: ।। २२ ।।
(પાંચમાં દેવલોકના ઈન્દ્ર) શ્રી બ્રહ્મેન્દ્રે બનાવેલી શ્રી નેમનાથ ભગવાનની મૂર્તિ વીસકોડાકોડી સાગરોપમ સુધી દેવતાઓના સમુહથી પુજાશે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ॥ ૨૨ ॥
श्रीनारदेन लिखित, श्रीमत्काञ्चनबलानकद्वारे ।
श्रीभारती विरचितं श्रीनेमे : संस्तवं तुष्टयै ॥ २३ ॥
શ્રી સરસ્વતીએ (શ્રી ભારતી નામના કવીએ) રચેલી શ્રી નેમનાથ ભગવાનની સ્તુતિ શોભાયમાન કાંચન બલાનક મંદિરના દ્વાર ઉપર શ્રી નારદે, પોતાના માટે જ્યાં લખી છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ॥ ૨૩॥
'
ગિરનાર: ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
૫
www.jainelibrary.org