________________
શ્રી ધર્મઘોષસૂરિપ્રણીત
શ્રી ગિરિનાર કલ્પ वरधर्मकीर्तिविद्यानन्दमयो यत्र विनतदेवेन्द्रः ।
स्वस्तिश्रीनेमिरसौ, गिरिनारगिरीश्वरो जयति : ॥ १ ॥ ઉતમ ધર્મ, કિર્તી, વિદ્યા અને હર્ષથી પરિપૂર્ણ એવા તેમજ જેમને સુરેન્દ્રોએ વિશેષ કરીને નમસ્કાર કર્યો છે. એવા તથા કલ્યાણરૂપ લક્ષ્મીથી યુક્ત એવા નેમિ (નાથ) જ્યાં (વિરાજે) છે, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. ૧ /
नेमिजिनो यदुराजीमतीत्य राजीमतीत्यजनतो यम् ।
शिश्राय शिवायासौ, गिरिनारगिरीश्वरोजयति ॥ २ ॥ યાદવોની શ્રેણિની ઉપેક્ષા કરીને તેમજ રામતીનો ત્યાગ કરીને નેમિનાથ તીર્થકરે મોક્ષ મેળવવા માટે આશ્રય લીધો, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. | ૨
स्वामी छत्रशिलान्ते, प्रव्रज्य यदुच्चशिरसि चक्राणः ।
ब्रह्मावलोकनमसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ ३ ॥ છત્રશિલાના અન્ત (ભાગ)માં દીક્ષા ગ્રહણ કરીને જેના ઉચ્ચ શિખર ઉપર રહીને નેમિ સ્વામીએ નિજ સ્વરૂપનું દર્શન કર્યું તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. / ૩ //
यत्र सहस्राम्रवने, केवलमवाप्यादिशद् विभूधर्मम् ।
लक्षारामे सोऽयं, गिरिनारगिरीश्वरो जयति ।। ४ ।। જ્યાં સહસ્સામ્રવનમાં કેવલજ્ઞાન પામીને પ્રભુએ લક્ષારામમાં ધર્મનો ઉપદેશ આપ્યો તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. તે ૪ છે.
निवृतिनितम्बिनीवर - नितम्बसुखमाप यनितम्बस्थः।
श्रीयदुकुलतिलकोऽयं, गिरिनारगिरीश्वरो जयति ॥ ५ ॥ જેના નિતંબ ઉપર રહી શ્રીયદુકુળને વિષે તિલક (સમાન નેમિનાથે) નિર્વાણ નારીના ઉતમ નિતંબનું સુખ પ્રાપ્ત કર્યું તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. / ૫
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org