________________
देवाभियोगतोऽयं नेमिर्गुप्त: कदाचिदर्थदर्यां । मदनेन चैत्यनिहित: स जयति गिरिनारगिरिराजः ।। १४ ॥ ચૈત્યમાં રહેલી શ્રી નેમનાથ ભગવાનની મૂર્તિ મદન શ્રાવકે દેવતા અભિયોગથી એક વખત જ્યાં ગુફામાં ગુપ્ત કરી હતી, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે.૧૪ .
वलभीभगें शक्रादिष्टामम्बाछन्नरत्नकांतिरिह ।
श्रीनेमिदिप्ततनुः स जयति गिरिनारगिरिराजः ।।१५ ॥ વલ્લભીપુરનો ભંગ થયો ત્યારે ઈન્દ્રના આદેશથી અંબા દેવીએ દેદીપ્યમાન એવી શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાની કાન્તિ જ્યાં ઢાંકી દીધી તે ગિરનાર જય પામે છે. તે ૧૫.
सोऽयं श्रीनेमिविभुः, द्विसहस्र वीरत: पुनर्दीप्तः । भविताऽत्र हेमचैत्ये, स जयति गिरिनारगिरिराजः ॥ १६ ।। તે આ શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ શ્રી મહાવીર સ્વામિ ભગવાનના નિર્વાણથી બે હજાર વર્ષે સોનાના ચૈત્યમાં પુનઃ દીપ્તિમાન બની છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. તે ૧૬ .
स्वर्गे सुरेन्द्रपुज्य: श्रीनेमि: पंचमारपर्यंते । उत्सर्पिण्या पुनरिह, स जयति गिरिनारगिरिराजः ।। १७ ।। પાંચમા આરાનાં અંતે શ્રીનેમનાથ ભગવાનની મૂર્તિ દેવલોકમાં પુજ્ય થશે અર્થાત્ પાંચમા આરા પછી મૂર્તિને ઈન્દ્રદેવલોકમાં લઈ જશે અને ત્યાં પુજશે, પછી ઉત્સર્પિણી કાલમાં પુન: અહિં પુજાશે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. તે ૧૭ |
श्रीपद्मनाभमुख्या द्वाविंशतिरिह जिनास्तु सेत्स्यति। कल्याणत्रिकमुभयोः स जयति गिरिनारगिरिराजः ।। १८ ॥ આવતી ચોવીસીના શ્રી પદ્મનાભ આદિ બાવિસ તીર્થકરો આ ગિરિ ઉપર મોક્ષ પામશે જ્યારે વેવીશમા અને ચોવીસમા શ્રી અનંતવીર્ય અને ભદ્રકૃત ભગવાનના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થશે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૧૮.
ગિરનાર ગ્રંથોની ગોદમાં
જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org