________________
મનોમંથન પછીની આત્મરિસ્થતિ
લગ્ન પછીના તીવ્ર મનોમંથનમાંથી વધુ તેજસ્વી અને આત્મનિષ્ઠ બનીને શ્રીમદ્દ પ્રકાશી ઊઠે છે. તેવીસમાં વર્ષમાં તે શ્રીમદ્દ અભુત આત્મસ્થિતિએ પહોંચે છે. એ વર્ષમાં ભાગભાઈને લખેલા પત્રમાં શ્રીમદ્ જણાવે છે:
“રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે; આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભેગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે.
અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રેમ પણ એને જ જાણે વિચાર કરે છે. અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું નથી બોલવું ગમતું કે નથી મૌન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org