________________
૫૪
શ્રીમદ્ રાજચંદ્ર હોય તેમના વિચારને સહાયક થવું. કોઈ કાળે તત્ત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું. અસત્યને ઉપદેશ આપું નહિ. આજીવિકા માટે ધર્મ બધું નહિ. ગુણ વગરનું વકતૃત્વ સેવું નહિ.” . છેવટે એ નાની વયમાં પણ એક આદર્શ ગૃહસ્થ કે હોય એનું પ્રેરણાદાયી ચિત્ર શ્રીમદે આલેખ્યું છે એ એમની તે કાળની પરિપકવ વિચારધારાનો સારો પરિચય કરાવે છે. “મોક્ષમાળા”માં “સુખ વિશે વિચાર” એ મથાળા નીચે એક મનનીય વાર્તા નિરૂપી છે. એમાં દ્વારિકાના મહાધનાઢ્ય ધર્મમૂર્તિ શ્રાવક ગૃહસ્થનું ચિત્ર તેમણે આલેખ્યું છે. એમાં શેઠ ધર્મમૂર્તિ પિતાની ચર્ચા વર્ણવે છે. એ વર્ણન પરથી એ વયમાં પણ શ્રીમદ્ આદર્શ ગૃહસ્થ કેને કહેતા અને સુરેખ ખ્યાલ આપણને આવ્યા વિના રહેતું નથી. એમાંથી ટૂંકાવીને અહીં રજૂ કર્યું છે. દરેક ગૃહસ્થને એ ચિત્ર ખરેખર પ્રેરણાદાયી થઈ પડે એવું છેઃ
“જે કે હું બીજા કરતાં સુખી છું તે પણ એ શાતા વેદનીય છે, સત્-સુખ નથી; જગતમાં બહુધા કરીને અશાતા વેદનીય છે.
મેં ધર્મમાં મારો કાળ ગાળવાને નિયમ રાખે છે. સ@ાસ્ત્રોનું વાચન, મનન, પુરુષને સમાગમ, યમ-નિયમ, એક મહિનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, બનતું ગુપ્તદાન, એ આદિ ધર્મરૂપે મારે કાળ ગાળું છું.
સર્વ વ્યવહાર સંબંધીની ઉપાધિમાંથી કેટલાક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org