________________
જીવનસાધના
૩૫
પણ સફળ થતા નહતા. તેથી ત્યાંના વિદ્વાનોને સળ અવધાન કરનારા શ્રીમદ્દ પ્રત્યે બહુમાન અને આશ્ચર્ય ઉત્પન્ન થયાં હતાં. - ત્યાર બાદ વઢવાણના પ્રદર્શનમાં શ્રીમદે કર્નલ એચ. એલ. નટ સાહેબ અને બીજા રાજા રજવાડા તથા મિત્રમંડળ વગેરે મળી આશરે બે હજાર પ્રેક્ષકોની સમક્ષ સેળ અવધાને કરી બતાવ્યાં હતાં. એ જોઈને આખી સભા આનંદ આનંદમય થઈ ગઈ હતી. સઘળા સભાજનના મુખમાંથી શ્રીમદ્દની અભુત શક્તિની મુક્તક કે પ્રશંસા વ્યક્ત થતી હતી. ઉપરાઉપરી પ્રશંસાનાં વ્યાખ્યાને થતાં જતાં હતાં. “ગુજરાતી”, “મુંબઈ સમાચાર, લેકમિત્ર”, “ન્યાયદર્શક વગેરે છાપાંઓમાં પણ શ્રીમદનાં યશગાન થવા લાગ્યાં.
પછી એક વાર શ્રીમદ્ બોટાદ ગયા હતા. ત્યાં તેમણે બાવન અવધાન કાંઈ પણ ખાસ પરિશ્રમ કે પૂર્વતૈયારી વિના જ કરી બતાવ્યાં! આમ સેળ અવધાન ઉપરથી એકદમ બાવન અવધાન સહજપણે શ્રીમદે કરી બતાવ્યાં એ પરથી તેમની અત્યંત અદભુત શક્તિને કેઈને પણ ખ્યાલ આવ્યા વિના રહેતું નથી.
એ બાવન અવધાનેને થોડેઘણે ખ્યાલ નીચેની હકીકત પરથી આવશે. ૧. ત્રણ જણ સાથે પાટે રમ્યા જવું. ૨. ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું. ૩. એક જણ સાથે શેતરંજ રમ્યા જવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org