SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન સાધના ૩૧ થયું. તેમને પણ પ્રથમ તે એવું લાગ્યું હતું કે રાયચંદભાઈ ભૂલ કરે છે. આટલી બધી સગવડ કરી આપવા આ લેકે સામેથી તૈયાર થયા છે છતાં હા કેમ કહેતા નથી? તેમણે કાશી ભણવા જવું જોઈએ. પણ પાછળની હકીકત જાણીને સમજાયું કે જે વ્યક્તિ આટલી નાની ઉંમરમાં આવી અજબ શક્તિ ધરાવે છે તેને ભણવું પણ શું હોય? વળી એમની ગંભીરતા પણ કેટલી છે કે સાગરની પેઠે બધું સમાવી શકે છે, લગાર માત્ર પણ છલકાતા નથી. આમ ધારસભાઈ જેવા મોટા ન્યાયાધીશને શ્રીમના જ્ઞાનાદિ ગુણની મહત્તા યથાર્થ ભાસી, તેથી “: ફૂગાથા ળિપુ, ન જ ઉજડ વ ' એ ન્યાયે પ્રથમ ધારસીભાઈ શ્રીમને પિતાની જેડે ગાદી પર બેસાડતા એને બદલે જ્યારથી તેઓ મહાપુરુષ છે એમ લાગ્યું ત્યારથી શ્રીમને ગાદીતકિયે તે બેસાડતા અને પિતે એમની સામે નીચે બેસતા. આમ પૂજ્યભાવ ધારણ કરી તે વિનય સાચવતા. અને આગળ જતાં જેમ જેમ શ્રીમદ્દ સાથે સત્સમાગમ વધતે ગયે, તેમ તેમ એમનું વિશેષ માહામ્ય તેમને સમજાવા લાગ્યું અને તેમણે શ્રીમદ્ રાજચંદ્રને પરમકૃપાળુ સદ્ગુરુ તરીકે માની તેમનું શરણ સ્વીકાર્યું. પછી શ્રીમને વવાણિયા પાછા જવા વિચાર થયે, ત્યારે તેમને સારુ મેસાળમાંથી મીઠાઈનો એક ડબ ભાતા માટે ભરી આપ્યું હતું. તે લઈને તથા બધાની રજા લઈને શ્રીમદ્ વવાણિયા જવા નીકળ્યા. ધારસીભાઈને પણ મળીને તેમની રજા લીધી હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy