________________
જીવનસાધના
૨૯ કે, આપણાં નામ તેઓ ક્યાંથી જાણે છે? કેઈને આપણે આગળથી ખબર તે આપી નથી! આ તે ભારે અદભુત કહેવાય! આમ બંનેએ નવાઈ પામીને પૂછયું : “તમે કેમ જાણ્યું કે અમે અત્યારે આ જ માર્ગે આવીએ છીએ? - શ્રીમદ્ કહેઃ “આત્માની અનંત શક્તિઓ છે, તે વડે અમે જાણીએ છીએ.”
એ ભાઈએ આ સાંભળીને મનમાં સમજી ગયા કે, આપણે એમને મળીને એમની સાથે વાતચીત કરીને એમને વધુ અભ્યાસાર્થે કાશીએ મોકલવાની ઇચ્છા કરીને આવ્યા છીએ ખરા, પણ આવી અજબ શક્તિવાળા નિર્મળ આત્માને શું ભણવાનું બાકી હશે? તેયે એમને વિનંતી કરી જેવી તો ખરી.
જમી રહ્યા પછી કચ્છના એ ભાઈઓએ ધારસીભાઈને કહ્યું: “અમારે રાયચંદભાઈ સાથે ખાનગી વાત કરવી છે, તે એવું એકાંત સ્થળ અમને અહીં મળશે?”
ધારસીભાઈએ એવું સ્થાન બતાવ્યું. ત્યાં એકાંતમાં તેઓ શ્રીમની સાથે બેઠા અને વાતચીત કરવા લાગ્યા.
શ્રીમન્ની વાતચીત સાંભળીને એમનામાં રહેલી અદભુત શક્તિઓને તેઓને પરિચય થયે. એટલે ભાઈઓને પાછું મનમાં થયું કે, એમને કાશીએ શું લઈ જવા? છતાં જે માટે આવ્યા છીએ તે માટે પ્રયત્ન તે કરી જે. પછી જે થવાનું હશે તે થશે. આપણે તે સ્પષ્ટ હેતુ કહી બતાવ.
એમ વિચારીને એ ભાઈઓએ પોતાના મનનો વિચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org