________________
જીવનસાધના
૧૧ ડસ્પે, તેથી તે તત્કાળ ગુજરી ગયા.
આ વાત સાંભળતાં બાળક રાજચંદ્ર દાદાજી પાસે દેડી ગયા. ગુજરી જવું એટલે શું એને ખ્યાલ તેમને નહતો, એટલે તેમણે દાદાજીને પૂછ્યું: “દાદાજી, અમીચંદ ગુજરી ગયા કે?”
દાદાજીએ બાળકને આ સીધે સવાલ સાંભળીને વિચાર્યું કે, એ વાતની બાળકને ખબર પડશે તે ભય પામશે. એ કારણથી બાળકનું ધ્યાન બીજે દોરવા સારુ જમવા બેસવા કહ્યું અને બીજી આડીઅવળી વાતે કરવા માંડી.
પરંતુ બાળક રાજચંદ્ર ગુજરી જવા વિશે આ પહેલી જ વખત સાંભળેલું હોવાથી તે સમજવાની તીવ્ર જિજ્ઞાસા તેમને થઈ હતી, એટલે ફરી ફરી એ જ પ્રશ્ન તેઓ કરતા રહ્યા. તેથી છેવટે થાકીને દાદાજીએ કહ્યું: “હા, એ વાત સાચી છે.”
રાજચંદ્ર જેવા બાળકને એટલાથી કાંઈ ઓછો સંતોષ થાય? તેમણે પૂછ્યું: “દાદાજી, ગુજરી જવું એટલે શું?”
દાદાજી કહેઃ “તેમાંથી જીવ નીકળી ગયે; અને હવે તે હાલી, ચાલી કે બેલી શકે નહિ; વળી ખાવું, પીવું કશું કરી શકે નહિ. માટે તેને તળાવ પાસેના મસાણમાં બાળી આવશે.”
પછી બાળક રાજચંદ્ર ડી વાર ઘરમાં આમતેમ ફરી છાનામાના તળાવે ગયા.
ત્યાં પાળ ઉપરના બે શાખાવાળા બાવળ ઉપર ચડી જોયું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org