________________
ર૧.૨
શ્રીમદ્ રાજચંદ્ર
(શ્રીમ) સર્વ વિરતિ ગ્રહણ કરે અને ઘણું જીવન ઉદ્ધાર કરે.'
માતુશ્રી દેવમાતા બેલ્યાં:
“મને બહુ મેહ છે; તેમના ઉપરને મેહ મને છૂટતું નથી. તેમનું શરીર સારું થયા પછી હું સર્વવિરતિ ગ્રહણ કરવા તેમને રજા દઈશ.”
તે જ દિવસે શ્રીમદ્ મુનિએ પાસે ભાવસારની વાડીએ ગયા હતા. ત્યાં શ્રી મોહનલાલજીએ પ્રશ્ન કર્યો ઃ
“મરણ સમયે આત્મપ્રદેશે કયા અંગમાંથી નીકળતા હશે?”
શ્રીમદે દષ્ટાંત આપી ઉત્તર આપેઃ
નીકમાં પાણી ચાલ્યું જતું હોય અને નીક જ્યાંથી ફાટે, ત્યાંથી પાણી ચાલ્યું જાય. અમે મરણનું સ્વરૂપ તપાસી વાળ્યું છે કે, આ સ્થિતિને જગતના છ મરણ
કહે છે.”
| મુનિએ ભાવસારની વાડીથી વિહાર કરી સરસપુર ઉપાશ્રયમાં ગયા હતા. રાત્રે બાર વાગ્યા પછી અંબાલાલભાઈને મુનિઓ પાસે જવાની આજ્ઞા થવાથી ત્યાં તે એકલા ગયા અને મુનિઓને કહેઃ “આજે મારા પર પરમ ગુરુએ અપૂર્વ કૃપા કરી છે. મારે જે પ્રમાદ હતું, તે આજે નષ્ટ કર્યો છે; જાગૃતિ આપી, મૂળમાર્ગ કે જોઈએ તે સંબંધે વ્યવહાર અને પરમાર્થનું પિષણ થાય તેવા સદ્વ્યવહારનું સ્વરૂપ પણ કહ્યું.” એમ સવાર સુધી વાત કરીને અંબાલાલભાઈ પાછા શ્રીમદ્ પાસે ગયા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org