________________
૨૦૨
શ્રીમદ્ રાજચંદ્ર પ્રસંગને લીધે તેમાં ઉપગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી જ ઈચ્છા હશે તે ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશું. પણ પ્રેમભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહિ કરી શકાય એમ રહે છે; અને વારંવાર એ જ રટના રહેવાથી “વનમાં જઈએ.” “વનમાં જઈએ” એમ થઈ આવે છે.....
ગોપાંગનાની જેવી શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભક્તિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, એમ જે કે સામાન્ય લક્ષ છે, તથાપિ કળિકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તે પરમાત્મા અનુગ્રહ કરી શીઘ એ ભક્તિ આપે છે.
જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા. આપી છે; એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણે પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે, અને કેટલીક વખત તે એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહિ લાગતે હેય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org