________________
જીવનસાધના
૧૮૧ પ્રવેશ કરવાની પ્રેરણા કરે એવાં ટૂંકાં પણ તીણ બાણની પેઠે ઊંડા ઊતરી જાય તેવાં તે વાક્ય છે.
છેલા ૧૦૮મા માણકામાં શ્રીમદ્દ જણાવે છેઃ
લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિઓ વિચારવાથી મંગલદાયક થશે. વિશેષ શું કહું?”
“મેક્ષમાળા' એ શ્રીમદે સોળ વરસ અને પાંચ માસની વયે ત્રણ દિવસમાં રચી હતી. - મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તે હોય, તેને વૈયક્તિક જીવન અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાસ્તે સામાન્ય નીતિની જરૂર હોય જ છે. એવા વ્યાવહારિક નીતિના શિક્ષણ માટે “પુષ્પમાળા” રચ્યા પછી શ્રીમને અંતર્મુખ અધિકારીઓ માટે કાંઈક વિશિષ્ટ લખવાની પ્રેરણા થઈ હોય એમ લાગે છે. એમાંથી એમણે આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા અને પિષવા ખાતર આ કૃતિ રચી અને એનું નામ એના ઉદ્દેશ તથા વિષયને અનુરૂપ એવું “મેક્ષમાળા” રાખ્યું. આ મેક્ષમાળા” બાલાવબોધ નામે ઓળખાય છે. એને બીજો ભાગ “પ્રજ્ઞાવધ મેક્ષમાળા” શ્રીમદે લખવા વિચારેલો અને એમાં લખવા ધારેલ વિષયેની યાદી*
* જુઓ “શ્રીમદ્ રાજચંદ્ર' બહદ ગ્રંથ પત્રાંક ૯૪૬ (આવૃત્તિ સં. ૨૦૦૭).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org