SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના ૧૭૩ આ પ્રસંગ શ્રીમદ્ આનંદપૂર્વક સમજાવતા હતા, એવામાં રાવબહાદુર નરસીરામભાઈ ત્યાં આવી ચડ્યા. - નરસીરામભાઈ વેદાંતી હતા. શ્રીમદ્ પણ વેદાંતમાં માનતા હશે એમ માનીને તેમણે આત્માના અભેદ સંબંધી ચર્ચા ઉપાડી; અને અભેદતા ઉપર વિવેચન કરવા માંડ્યું. શ્રીમદે ન તે રાવબહાદુરના કહેવાનું અનુમેદન આપ્યું કે ન કાંઈ વિધ દર્શાવ્ય, માત્ર તેઓ ચૂપ જ રહ્યા. શ્રી પૂજાભાઈ શ્રીમને આશય સમજી ગયા કે, જે વૃદ્ધ વડીલ પુરુષના બંગલામાં પોતે ઊતર્યા છે તેમને માઠું લાગે તેવું કાંઈ ન બોલાય તે સારું એ શ્રીમ ભાવ હતે. ૩ * ગુજરાતના એક અગ્રગણ્ય સમાજ સુધારક શ્રી મહીપતરામ રૂપરામ એમ માનતા હતા કે, જૈનધર્મથી ભારતવર્ષની અધોગતિ થઈ છે. એક વાર શ્રીમદ્દ સાથે તેમને મેળાપ થયે. શ્રીમદે પૂછયું: “ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, સં૫, દયા, સત્તાનુકંપા, સર્વપ્રાણહિત, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્વ્યસન, ઉદ્યમ આદિને બોધ કરે છે?” મહીપતરામ : “હા.” * આ પ્રસંગ શ્રી મનસુખભાઈ કીરતચંદની નોંધ પરથી લીધે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy