SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૫૬ જવું નહિ.” શ્રીમદ્ વસમાં નિવૃત્તિ અર્થે થોડા દિવસ રહ્યા હતા, તે વખતે વસોથી એક માઈલ દૂર આવેલા ચરામાં શ્રી લલ્લુજી વગેરે મુનિઓ સાથે છેડે સમય ગાળી તેઓને સધ આપતા હતા. એક દિવસ ચરામાં શ્રી લલ્લુજી સાથે ચાલતાં ચાલતાં શ્રીમદ્ બાલ્યાઃ ધર્મ અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે.” શ્રી લલ્લુજીએ પૂછ્યું: “અચિંત્ય ચિંતામણિ એટલે શું?” શ્રીમદ્ કહેઃ ચિંતામણિ રત્ન છે, એ ચિતવ્યા પછી ફળ આપે છે; ચિતવવા જેટલે તેમાં પરિશ્રમ છે. પરંતુ ધર્મ ત્ય એટલે તેમાં ચિંતવવા જેટલું પણ શ્રમ નથી એવું અચિંત્ય ફળ આપે છે.” એક દિવસ શ્રીમદે મુનિશ્રી ચતુરલાલજીને પૂછ્યું : તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધી શું કર્યું?” શ્રી ચતુરલાલજીએ કહ્યું: “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ તે પીએ છીએ, તે પછી છીંકણી વહેરી લાવીએ છીએ તે સૂંઘીએ છીએ; પછી આહારની વખતે આહારપાણી વહેરી લાવીએ છીએ તે આહારપાણ કર્યા પછી સૂઈ રહીએ છીએ. સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy