SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના ૧૩૭ પાસના તરફથી માન–એ જોઈને ગાંધીજી તેમના પર મુગ્ધ બની ગયા. આ પ્રસંગથી ગાંધીજીને એ વાતની પ્રતીતિ થઈ કે, સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી; જ્ઞાન પણ નિશાળની બહાર જે ઇચ્છા થાય–જિજ્ઞાસા હેય–તે મળે; અને માન પામવાને સારુ વિલાયત કે ક્યાંય જવું નથી પડતું. છે . પરંતુ અહીં એક વાત લક્ષમાં રાખવા જેવી છે કે, શ્રીમદ્ રાજચંદ્રની માત્ર તીવ્ર સ્મરણશક્તિ જોઈને ગાંધીજીને તેમના તરફ આદરભાવ ઉત્પન્ન થયે એવું કંઈ નહોતું. આદરભાવનું કારણ તે બીજું જ હતું. આમ તો ઘણાની સ્મરણશક્તિ તીવ્ર હોય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણુને હિય. પણ જે તે લેકે સંસ્કારી ન હોય, તે તેમની પાસેથી ફૂટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાન મેળાપ શેભે અને જગતને ભાવે. : - ગાંધીજીએ તે પહેલી મુલાકાતે જ જોઈ લીધું હતું કે, શ્રીમદ્ નિર્મળ ચારિત્ર્યશીલ અને સાચા જ્ઞાની હતા. તેમનું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર્ય અને તેમની આત્મદર્શન કરવાની ઉત્કટ ધગશ જોઈને જ ગાંધીજી તેમના પ્રત્યે આકર્ષાયા હતા. - ગાંધીજીની શ્રીમદ્ સાથે પ્રથમ ઓળખ થઈ તે વખતની ગાંધીજીની સ્થિતિ વિશે પણ જાણવું આવશ્યક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy