________________
જીવનસાધના
૧૨૫
હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવે એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગને ત્યાગ કરીને ચાલ્યા ગયે. આ સહચારીઓથી મુક્ત થયે. ધર્મના પૂર્ણલ્લાદમાં આયુષ્ય અચિતું પૂર્ણ કર્યું.
“અરેરે! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હેય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય કક્યાંથી હોય કે આવા પવિત્રામાના દર્શનને લાભ અધિક કાળ તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યકત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રામા જૂઠાભાઈને નમસ્કાર હે! નમસ્કાર હે!
ચિ. સત્યપરાયણના* સ્વર્ગવાસ સૂચક શબ્દો ભયંકર છે. એવા રત્નનું લાંબું જીવન પરંતુ કાળને પોષાતું નથી. ધર્મેચ્છકને એ અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવે યોગ્ય ન લાગે; આ આત્માને આ જીવનને રાહસ્ટિક વિશ્રામ કાળની પ્રબળ દષ્ટિએ ખેંચી લીધે; જ્ઞાનદષ્ટિથી શાકને અવકાશ નથી મનાતે; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણે તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે, વધારે નથી લખી શકતે.
સત્યપરાયણના સમરણાર્થે અને તે એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું.
* શ્રી મદ્ જુઠાભાઈને આ નામે ઘણી વાર સંબોધતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org