SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રીમદ્ રાજચંદ્ર અનેક વાતે તેમણે મુનિશ્રીને જણાવી અને તેઓની પાસેથી અત્યંત વિનયભાવે મંત્રની આજ્ઞા મેળવી. જીવનના અંતિમ વર્ષમાં શ્રી ધારશીભાઈ સત્સંગ અર્થે ખંભાત આવી રહ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી સ્વામીના સહયોગી શ્રી મેહનલાલજી મુનિને સમાગમ તેમને બે મહિના રહ્યો હતે. અને નારના વતની ભાઈશ્રી રણછોડભાઈ પણ છેલ્લા આઠ દિવસ પાસે હતા. તેઓ બંને ધારશીભાઈના સમાધિ-મરણના પુરુષાર્થને વારંવાર વખાણતા. લગભગ પંચોતેર વર્ષની ઉંમરે સં. ૧૯૭૫ના માગસર માસમાં શ્રી ધારશીભાઈએ ખંભાતમાં સમાધિપૂર્વક દેહ છોડ્યો હતો. શ્રી જેઠાભાઈ ઉજમશીભાઈ સંવત ૧૯૪૪માં શ્રીમદ્ રાજચંદ્ર “મેક્ષમાળા છપાવવા અમદાવાદ આવ્યા હતા. તે બાબતમાં સલાહ તથા મદદ માટે તેઓ તેમના એક સ્નેહીને ભલામણપત્ર શેઠ જેસંગભાઈ ઉજમશીભાઈ ઉપર લઈ આવ્યા હતા. તે પ્રમાણે શેઠ જેશંગભાઈએ શ્રીમદને સહાય કરી હતી. એ દરમ્યાન શ્રીમદુને અમદાવાદમાં ઠીક ઠીક રેકાવાનું થયું હતું. શેઠ જેસંગભાઈને અવારનવાર વ્યવસાયને અંગે બહારગામ જવાનું થતું, એટલે પિતાની ગેરહાજરીમાં તેમણે પિતાના નાના ભાઈ જૂઠાભાઈને શ્રીમની સરભરામાં મૂક્યા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy