________________
૧૧
શ્રીમની એકાન્ત ચર્યા
આપણે જોઈ ગયા કે શ્રીમદ્દ હીરામતીને લાખોને વેપાર કરતા હતા, પરંતુ સાથે સાથે તેમનું આંતરજીવન પણ વિકાસ પામતું જતું જ હતું. વેપારમાં લાભહાનિ પણ થયા કરતી, પરંતુ એ બધું એમને મન ક્ષણિક હતું. એમનું સાચું જીવન તે ધર્મલાભને અનિવાર્ય સમજી એમાં જ ઓતપ્રોત રહેતું હતું. વળી એમના વધતા જતા વ્યાપારની ઉપાધિઓમાં પણ ધર્મ અને તત્ત્વજ્ઞાનના પિતાના પ્રિય અભ્યાસમાં તેમણે ખલેલ આવવા દીધી નહોતી. ઉદ્યોગરત જીવનમાં શાંત સ્વસ્થ ચિતે ચુપકીદીથી તેઓ જ્ઞાનવૃદ્ધિ કર્યે જતા હતા; તેમ જ હમેશાં ધર્મગ્રંથાના વાચન-મનમાં ગૂંથાયેલા રહેતા હતા. આમ શ્રીમદે બાહી ઉપાધિ અને આંતરદશા વચ્ચે અદ્ભુત સુમેળ સાચ્ચે હતો. એમાં પણ શ્રીમદ્દ ભગવાનની કૃપા જ જતા હતા. તેઓ લખે છે: “જે ભગવત્ કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય. હૃદયમાં પ્રભુનું નામ રાખી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org