SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન સાધના પાયમાલ થઈ જઈશ!” શ્રીમદે સ્વસ્થપણે કહ્યું: “ભાઈ, તમારે માલ આ રહ્યો. તમે ખુશીથી લઈ જાઓ.” એમ કહીને તેમણે આરબને એને માલ પાછો મેંપી દીધું અને નાણાં ગણી લીધાં. જાણે કંઈ સે કર્યો જ નથી એમ ગણી, ઘણે નફે થવાનો હતો પણ તે જાતે કર્યો. એ આરબ શ્રીમને ખુદાને પયગંબર જેવા જ માનવા લાગે. બીજો એક પ્રસંગ શ્રીમદ્ રાજચંદ્રજીની કરુણામય જીવનદષ્ટિને જોઈએ: એકવાર એક વેપારી સાથે શ્રીમદે હીરાના સેદા કર્યા. એવું નકકી કરવામાં આવ્યું કે, અમુક સમયે નકકી કરેલા ભાવ પ્રમાણે એ વેપારીએ શ્રીમદને અમુક હીરા આપવા. આ બાબતને ખતપત્ર પણ એ વેપારીઓ શ્રીમને લખી આપ્યું હતું. પરંતુ એવું બન્યું કે, સમય પાકતાં એ હીરાની કિંમત ખૂબ જ વધી ગઈ! એ વેપારી ખતપત્ર પ્રમાણે શ્રીમને હીરા આપે તે એ બાપડાને બહુ ભારે નુકસાનીમાં ઊતરવું પડે; પિતાની બધી જ માલમિલકત વેચી દેવી પડે! હવે શું થાય? આ બાજુ શ્રીમને જ્યારે હીરાની કિંમતના બજાર ભાવની ખબર પડી, ત્યારે તેઓ તરત જ પેલા વેપારીની દુકાને જઈ પહોંચ્યા. શ્રીમદને પિતાની દુકાને આવેલા જોઈને પેલે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy