SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર વૈરાગ્ય તે હેય જ. કઈ વખત આ જગતના કેઈપણ વૈભવને વિશે તેમને મેહ થયે હોય એમ મેં નથી જોયું. તેમની રહેણીકરણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતે. ભેજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદો, પહેરણ, અંગરખું, ખેસ, ગરભસૂતરે ફેટ ને છેતી. એ કંઈ બહુ સાફ કે ઈસ્ત્રીબંધ રહેતાં એમ મને સમરણ નથી. યે બેસવું, ખુરસીએ બેસવું બંને સરખાં હતાં. સામાન્ય રીતે પોતાની દુકાનમાં ગાદીએ બેસતા. આ તેમની ચાલ ધીમી હતી, અને જેનાર સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતઃ અત્યંત તેજસ્વી વિહળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરે ગળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર પણ નહિ–ચપટું પણ નહિ, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિને હતા. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહિ. ચહેરે હસમુખે ને પ્રફુલ્લિત હતું. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગત પડ્યો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખેડ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy