SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-સાધના થયે હતે.* મહાત્મા ગાંધીજીએ એ સમયના શ્રીમદ રાજચંદ્રનું સુરેખ આલેખન પિતાનાં એમના વિશેનાં સ્મરણોમાં કરેલું છે, એમાંથી નીચે આપેલા ઉતારાઓ જુઓ : વણિક તેહનું નામ, જેહ જૂઠું નવ બોલે; વણિક તેહનું નામ, તેલ એ નવ તાલે, વણિક તેહનું નામ, બાપે બેલ્યું તે પાળે, વણિક તેહનું નામ, વ્યાજ સહિત ધન વાળે; વિવેક તેલ એ વણિકનું, સુલતાન તેલ એ શાખ છે; વેપાર ચૂકે જે વાણિયે; દુઃખ દાવાનળ થાય છે.” –શામળભટ્ટ સામાન્ય માન્યતા એવી હોય છે કે વ્યવહાર કે વેપાર અને પરમાર્થ અથવા ધર્મ એ બે નેખી ને વિધી વસ્તુ છે. વેપારમાં ધર્મ દાખલ કરે એ ગાંડપણ છે. એમ કરવા જતાં બંને બગડે. આ માન્યતા જે ખેટી ન હોય તો આપણે કપાળે કેવળ નિરાશ જ લખેલી હોય. એવી એક પણ વસ્તુ નથી, એ એક પણ વ્યવહાર નથી કે જેમાંથી આપણે ધર્મને દૂર રાખી શકીએ. ધાર્મિક મનુષ્યને ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવે જ જોઈએ એમ રાયચંદભાઈએ પોતાના જીવનમાં બતાવી આપ્યું હતું. ધર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં * આ અંગે જુઓ પ્રકરણ ૧૨ મું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy