________________
જીવન-સાધના
તે તું જ હલકે છે એમ હું માનું છું.
૩. “જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તેને સિદ્ધિ નહિ મળે, વા વિન્ન નડશે; તથાપિ દઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે.
૪. “તું વ્યવહારમાં જેનાથી જોડાયેલ છે તેનાથી અમુક પ્રકારે વર્તવાને નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ; નહિ તે તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સેપે તેમાં) કઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહિ પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશે નહિ. મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી તેમ હું તમારાથી અન્યથા વર્તવા ઇચ્છતા નથી, એટલું જ નહિ, પણ કંઈ મારું વિપરીતાચરણ મન-વચન-કાયાએ થયું, તો તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહિ કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સેપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલ માટે મને ઠપકે આપશે તે સહન કરીશ. - “મારું ચાલશે ત્યાં સુધી સ્વને પણ તમારો ઠેષ વા તમારા સંબંધી કઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહિ. તમને કોઈ જાતની શંકા થાય તે મને જણાવશે, તે તમારે ઉપકાર માનીશ, અને તેને ખરે ખુલાસે કરીશ. ખુલાસો નહિ થાય તે મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org