________________
જીવનસાધના
ગાદીતકિયે બેસે છે અને હીરામાણેક તમારી પાસે પડેલાં હોય છે, ત્યારે તમારી વૃત્તિ ડહોળાતી નહિ હોય?”
શ્રીમદ્ કહેઃ “મુનિ, અમે તે કાળકૂટ વિષ દેખીએ છીએ.” પછી તેમણે પૂછયું :
તમે કેણ છે?”
શ્રી દેવકરણજીઃ “જેટલે વખત વૃત્તિ સ્થિર રહે છે, તેટલે વખત સાધુ છીએ.”
શ્રીમદ્ કહેઃ “તેવી રીતે સંસારીને પણ સાધુ કહેવાય કે નહિ?”
શ્રી દેવકરણજી મૌન રહ્યા.
પછી શ્રીમદ્દ બોલ્યાઃ “નાળિયેરને ગળે જેમ જુદે રહે છે, તેમ અમે રહીએ છીએ.”
એક બીજું ઉદાહરણ પણ મનનીય છે.
એક વખત શ્રીમદ્ ફરવા ગયા હતા. સ્મશાનની જગા આવી, ત્યારે શ્રીમદે તેમની સાથે આવેલા ભાઈને પૂછ્યું: “આ શું છે?”
તે ભાઈએ જવાબ આપેઃ “સ્મશાન.”
શ્રીમદ્ રાજચંકે કહ્યું: “અમે તે આખી મુંબઈને સ્મશાન સમાન જોઈએ છીએ.”
મહા વદ, ૧૯૪૮ના રેજે લખેલા પત્ર જુઓઃ
“અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ.
જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની જી - સા - ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org