SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ હયાત હશે તે તેમનાથી અથવા તેા અહિંસા સંબંધે તેમના જેટલા આગ્રહ ધરાવનાર કાઈ પણ રાષ્ટ્રનેતાથી કાંગ્રેસ જેવી સંસ્થાને એટલે કે આપણા જેવા ઘણાખરાને આ ખાખત પૂરતા જુદા પડવાને પ્રસંગ આવશે એવી ભીતિ રહે છે. પણ આ તેા બધી આપણા દેશના રાજકારણ પૂરતી અને તેના અહિંસા સાથેના વધતા ઘટતા સંબંધ પૂરતી આપણે વાતે કરી, પણ એ ઉપરથી કાઇએ એમ સમજવાનુ નથી કે અહિંસાના ઉપયાગને હવે મર્યાદા આવી રહી છે અને અહિંસાના વહેવા માંડેલા પ્રવાહ હવે અટકી જવાના છે. અહિંસા તેા હવે ઉપાશ્રય અને મઠમાંથી ચાતરે અને રાજદારે આવીને ઊભી છે અને ત્યાંથી કદી પાછી ફરવાની છે જ નહિ. આજ સુધી માત્ર પરલેાકને અજ વાળતી અહિંસા. હવે આપણા ઘરખૂણાને તેમજ શેરીચૌટાંને અજવાળી રહી છે. અને સામાજિક તેમ જ રાજકારણના જીવનની અનેક સમસ્યાએ ઉપર નવા પ્રકાશ નાંખી રહી છે આપણું પરિવતન પામતું રાજકારણ આજે કદાચ અહિંસાને પૂરેપૂરી અપનાવી ન શકે અને એ જ કારણે આજનેા આપણા સૂત્રધાર આવતી કાલે લઘુમતીમાં કદાચ જઇને બેસે. છતાં સશક્ત અને સ્વાધીન હિંદ આખરે તે અહિંસાને જ વેગ આપવાનુ છે. આજે એક બાજુએ અહિં સાધના મેટામાં મેાટા પયગંબર જગતને અહિંસાની આગમવાણી સંભળાવી રહ્યો છે. અહિંસાની દિગન્તવ્યાપી ઉદ્ઘાષણ કરી રહ્યો છે. બીજી બાજુએ હિ ંસાતું જ મૂર્તિમાન સ્વરૂપ જાણે કે કાળભૈરવ પ્રગટયો ન હોય એવે બૃહત્ જનીના ભાગ્યવિદ્યાતા હરહીટલર હિંસાને દિગ્વિજય સાધી રહ્યો છે. માણસેાની શ્રદ્ધા પાછી ડગમગવા લાગી છે. અહિંસાના વિચાર તેને ખૂબ ગમે છે અને બીજી બાજુએ હિંસાને વિજયવતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy