________________
અગણિત ભેદ પાણીના પટાની જેમ લય પામી આ આર્યાવર્તમાં રાષ્ટ્રીય સંઘ બંધાતે જાય છે. આ રાષ્ટ્રીય સંઘ સબળ અને સાર્થક બને તે માટે લોકવ્યાપક કેળવણી સિવાય અન્ય કોઈ સાધન નથી એ હવે કોઈને અજાણ રહ્યું નથી. લોકો અજ્ઞાન અંધકારમાંથી મુક્ત થાય અને જ્ઞાનસમૃદ્ધ બને તે માટે ચોતરફ અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે. અંગ્રેજ સરકાર કેટલીક યુનિર્વસિટી સ્થાપીને તથા કોલેજ, હાઈસ્કુલ તેમજ ગુજરાતી નિશાળો ઊભી કરીને આ દિશાએ યથાશક્તિ નહિ તે થયામતિ પ્રયાસ કરી રહી છે. વર્તમાન હિંદમાં લેકવ્યાપી શિક્ષણને પ્રશ્ન સૌથી વધારે અગત્યનો છે, કારણ કે ચારે બાજુએ વસતી સ્વાર્થપરાયણ પ્રજાઓમાં આત્મપ્રગતિ લેકવ્યાપી શિક્ષણ સિવાય સિદ્ધ થવી સર્વથા અશકય છે, પણ આ મહાન પ્રશ્નને અંગ્રેજ સરકારથી સંતોષકાર નિવેડે થયો જણાતો નથી. એક તે હિંદુસ્તાનમાં બીજા દેશોના પ્રમાણમાં વસ્તીના બહુજ ઓછા ટકા કેળવણી પામે છે અને વળી જે કેળવણી અપાય છે. તે અનેક અંશે અપૂર્ણ છે. પરદેશી પ્રજા શિક્ષણને લેકવ્યાપક બનાવવા આપણા જેટલી ઈજાર ન હોય તે તે સ્વાભાવિક છે.. વળી અંગ્રેજ સરકાર આધુનિક શિક્ષણનો વિચાર રાષ્ટ્રીય દૃષ્ટિબિન્દુથી કરી ન શકતી હોય તે તેમાં પણ નવાઈ પામવા જેવું નથી. ગમે તેમ હોય, પણ એ તે સુનિશ્ચિત છે કે દેશમાં કેળવણી વિના હવે ચાલી શકે તેમ નથી. ગુદ્ધિચ પરું તને આ યુગ છે. અશિક્ષિત પ્રજાને સ્વામાનથી ભ્રષ્ટ થઈ અન્ય પ્રજાનાં સ્વછન્દી આક્રમણો મૂક ભાવે સહન કરવો પડે છે. વ્યક્તિ તેમજ સમટિને સ્વસ્થિતિને સંરક્ષણ અર્થે આવશ્યક શિક્ષણથી કટિબદ્ધ થવાની પૂરેપૂરી જરૂર છે. જ્યાં સુધી આપણે પરતંત્રપીડિત છીએ ત્યાં સુધી આપણુ આર્યભાવનાઓને પોષે અને અત્યારની જરૂરિયાતને પહોંચી વળે તેવું શિક્ષણ આપણી પ્રજાને મળવું અશકય છે, છતાં જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org