SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ હતાં. ક્રીન અને રગીન કાંકરા લી ગે-તમીની આજ સુધીની જીવનકારકિર્દી પણ જાણવા જેવી 'છે. તેમનેા જન્મ મુંબઈમાં થયેલા. નાનપણમાં અભ્યાસ તેમણે ઇંગ્લાંડમાં કરેલા અને પોતાનાં માતાપિતા સાથે યુરેાપમાં ખૂબ પ્રવાસ કરેલા. બાલ્યકાળથી જ તે ચિત્રકળા તરફ આકર્ષાયેલાં વડે બંગલાની દીવાલા ઉપર તેઓ ચિતરામણ કર્યાં કરતાં અને એમ નહિ કરવા તેમના વડીલા તેમને ધમકાવ્યા કરતાં. તેએ મુંબઈમાં રહ્યાં તે દરમિયાન ચિત્રકળાના પ્રદેશમાં તેમણે સારી પ્રગતિ સાધી હતી અને નૃત્ય તથા અભિનય તરફ ઠીક ઠીક વળ્યાં હતાં. સમયાન્તરે તેઓ શાન્તિનિકેતનમાં જોડાયાં અને ત્યાં તેમણે ભારતીય કળા તથા નૃત્યનો અભ્યાસ કર્યાં. શાન્તિનિકેતનમાં તેમણે પોતાનું ઘર વસાવ્યું હતું અને ત્યાં તે સતત બાર વર્ષ સુધી રહ્યાં હતાં. ગુરુદેવની તેમની ઉપર ખૂબ કૃપા હતી, ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગાર નીચે તેમણે વર્ષો સુધી કામ કર્યું હતુ'. તેઓએ એમને તે દિશામાં-ખાસ કરીને ટિએટન આના ક્ષેત્રમાં—આગળ વધવા માટે ખૂબ પ્રેરણા આપી હતી. તેમના શાન્તિનિકેતનના નિવાસ દરમિયાન તે ગાવિંદ લામાના સબંધમાં આવ્યાં હતાં, જે આખરે બન્નેનાં લગ્નમાં પરિણમ્યા હતા. ૧૯૪૭માં લી ગાતમી ( ગોવિન્દ લામા સાથે લગ્ન થયા બાદ તેમણે લી ગાતમી નામ ધારણ કર્યું હતું.) પોતાના પતિ લામા ગોવિન્દ સાથે મધ્ય ટિમેટમાં ગયાં હતાં. ૧૯૪૮માં કૈલાસ અને માનસરાવરની બાજુએ થઈને પશ્ચિમ ટિમેટમાં આવેલ ઝપર’ગ ગયાં હતાં. ત્યાંથી તે ઢગલાબ'ધ ફોટોગ્રાફી અને હજારા પ્રતિકૃતિઓ રેખાચિત્રા લઈ આવ્યાં હતાં. ઝપરંગના પ્રવાસેથી ૧૯૪૯માં તે પાછા ફર્યાં. લી ગાતમી અનેકલક્ષી પ્રજ્ઞા ધરાવે છે. ઉત્તમ કાટિનાં ચિત્રકાર તેા છે જ, પણ એ ઉપરાંત લેખિકા, કવયિત્રી અને બાળવાર્તાઓના કુશળ નિર્માતા છે. આ બન્ને દંપતી કાસારદેવીની પણકુટિમાં—કારણ કે તેમનું નિવાસસ્થાન એટલું નાનું ? ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy