________________
૨૫૬
જોખમ રહેતું હતું. કેટલેક સુધી ઊંચે ચડવાનું હતું. પછીની કેડીટ લગભગ સીધી હતી. રેલવેનું ફાટક હોય એવું નાનું સરખું પ્રવેશદ્વાર આવ્યું. અમે આગળ વધ્યાં, અને સ્વામી કૃષ્ણપ્રેમના આશ્રમમાં પ્રવેશ કર્યો. અહીં જાત જાતનાં અને કોઈ કઈ તે આપણે કદી જોયાં ન હોય એવાં ફૂલના છોડ વ્યવસ્થિત રીતે ઉગાડવામાં આવ્યા હતા. બધુ સ્વચ્છ, સુઘડ અને ભારે સુરુચિપૂર્ણ હતું. ફળઝાડ પણું જાતજાતનાં હતાં અને મધમાખઉછેરની પેટીઓ પણ હતી. એક બાજુ એક પહોળી ખાટ એટલે કે હિંડોળો હતો અને સામે બેસવાને ઈટ-પથ્થરનો ચણેલે ચેતરે હતું. બીજી બાજુએ એક નાની સરખી દેરી હતી. તેની સામે નમણા કદ અને ઘાટનું રાધાકૃષ્ણનું મંદિર હતું. આગળ ચાલતાં ફૂલઝાડના નાના-મોટા કયારા હતા અને આસપાસ ફરવા માટે નાના નાના રરતાઓ કરવામાં આવ્યા હતા. મંદિરની નજીક નિવાસસ્થાન હતું. આ નાના સરખા ઉપવનની અત્યન્ત સુરુચિપૂર્ણ રચના જોઈને અમારું દિલ પ્રસન્નતા અનુભવી રહ્યું હતું.
સ્વામી શ્રી કૃણપ્રેમ
અહીં રહેતા સ્વામી કૃષ્ણપ્રેમ કેણ એમ તેમના વિષે આ લખાણ વાંચનારને કૌતુક થાય એ સ્વાભાવિક છે. તેથી તેમને થોડો પરિચય આપ આવશ્યક લાગે છે. આ સ્વામી કૃષ્ણપ્રેમનું મૂળ નામ શ્રી “રાનાલ્ડ નિફસન’ છે. તેઓ ઈંગ્લાંડ–લંડનના. વતની છે. આજે તેમની ઉમ્મર બાસઠ વર્ષની છે. તેમના અભ્યાસ કાળ દરમિયાન પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું અને તેઓ એર ફોર્સ–હવાઈ સૈન્ય–માં જોડાયા હતા અને ફ્રાન્સમાં એક વિમાની ટકડીમાં તેમણે કામ કર્યું હતું. લડાઈ પૂરી થયા બાદ તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org