________________
૨૪૯ પદ્મભૂષણ શ્રી બોશી સેન
અહીં આવીને ભોજન કર્યું. થોડો સમય આરામ કર્યો. અહીં “અમારી ટપાલ ગાંધી આશ્રમમાં એકઠી થઈ હતી તે અમને અત્યારે મળી. વાંચી અને કેટલાક પત્રોના જવાબ લખ્યા. સાંજના વખતે હું, અજિતભાઈ તથા બહેન મેના બેશી સેનને મળવા ઊપડયાં. તેમના બંગલે પહોંચ્યાં એટલામાં તેમનાં પત્ની શ્રીમતી ગફૂડ સેન અમને સામાં મળ્યાં. બેશી સેન આ અમેરિકન બાઈને પરણેલા છે. તેમણે અમને આવકાર્યા અને કહ્યું કે બેશી બાજુએ આવેલ એસપેરીમેન્ટલ ફાર્મ ઉપર આભેરા આવી ચડેલા કેટલાંક ગુજરાતી ભાઈબહેને અહીં ચાલી રહેલું સંશોધનકાર્ય દેખાડવા ગયા છે. અને તમને તેમની પાસે લઈ જવા મને કહ્યું છે, તે ચાલે, તમને ત્યાં લઈ જાઉં. એમ કહીને અમને બેશી સેન ફરતા હતા ત્યાં લઈ ગયાં. તેમને જોઈને અમે નમસ્કાર કર્યા.
આ પ્રસંગને આગળ વર્ણવું તે પહેલાં બેશી સેનને અહીં થડે પરિચય આપ આવશ્યક લાગે છે. તેઓ ભારતના એક સુવિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી છે. આજે તેમની ઉમ્મર ૭૦-૭૧ વર્ષની થઈ છે. ૧૯૧૧ની સાલમાં કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં એમ. એસસી.ને તેઓ અભ્યાસ કરતા હતા. તેમાંથી સ્વ૦ વિજ્ઞાનશાસ્ત્રી - જગદીશચંદ્ર બોઝે બાયો-ફિઝિકસ અને લેન્ટ-ફિઝીઓલોજી (છડવાઓને લગતું શરીરવિષયક વિજ્ઞાનના વિષયમાં એક રીસર્ચ સ્કલર તરીકે પિતાની સાથે કામ કરવા માટે બેશી સેનને બોલાવી લીધા. ૧૯૧૪માં જગદીશચંદ્ર બેઝ વિશ્વવ્યાપી પ્રવચન-પ્રવાસે -નીકળેલા ત્યારે પિતાના ખાસ મદદનીશ તરીકે બોશી સેનને તેમણે પસંદ કરીને સાથે લીધેલા. આ પ્રવાસ દરમિયાન જગદીશચંદ્ર બોઝ મુંબઈ આવેલ અને વનસ્પતિની સજીવતા પુરવાર કરતા પ્રયોગો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org