________________
૨૩૧
બાગેશ્વરમાં જોવાય તેટલું જોઈને, અને તે વિષે જાણી શકાય તેટલું જાણીને અમે ત્યાંથી કૌસાની જવા માટે સવારના સાડાદશ વાગે લગભગ ઊપડયાં અને સાડાબાર લગભગ કૌસાની પહોંચ્યાં. કૌસાનીના બસસ્ટોપ પાસે સર્વોદય હોટેલ નામની એક હોટેલ થોડા સમયથી શરૂ થઈ છે. આ હોટેલમાં રહેવાની તેમ જ ખાવાની સારી સગવડ છે. તેના દર પણ હળવા છે. કૌસાની પાછાં આવીએ ત્યારે આ હોટેલમાં જમવાનું અમે આગળથી નક્કી કર્યું હતું, તે મુજબ અમે બધાએ ત્યાં ભોજન કર્યું. મુંબઈથી આ બાજુએ ફરવા નીકળેલી છ-સાત વિદ્યાર્થીની મંડળી આ જ હેટેલમાં ઊતરી હતી. તેમને બે દિવસ પહેલાં ગંગાકુટિર જવાના રસ્તા ઉપર અમને પહેલવહેલે ભેટો થય હતે. ગઈ કાલે તેઓ વૈજનાથથી પાછા ફરતા અને અમે વૈજનાથ તરફ જતા એકમેકને મળ્યા હતા. અહીં પણ તેઓ મળી ગયા. બધા ઘણુંખરું એલિફન્સ્ટન કોલેજમાં ભણતા અથવા તે તે કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને આગળ ભણવા માગતા વિદ્યાર્થીઓ હતા. તેમની રીતભાત અને વાતચીત ઉપરથી તેઓ વિનીત અને નમ્ર લાગ્યા. તેમની સાથે એક મહારાષ્ટ્રી બહેન પણ હતી. હું પણ એલિફનટન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલે, એટલે આ મિત્રમંડળી વિષે મારા દિલમાં મમતાભાવ જાગે. તેમને જોઈને કોલેજના મારા દિવસો યાદ આવ્યા. તે દિવસોમાં અમને વિદ્યાર્થીઓને આવા પ્રવાસોની કોઈને કલ્પના પણ નહોતી આવતી. આજે તો ઢગલાબંધ વિદ્યાર્થીમંડળ ઉનાળાની રજામાં એક યા બીજા હિલસ્ટેશન ઉપર, એટલું જ નહિ, પણ હિમાલયના વિકટ પ્રદેશોમાં પણ ભ્રમણ કરવા નીકળી પડે છે. અને બહુ ઓછા સામાનથી અને ઠીક ઠીક અગવડ ભોગવીને તેમ જ તેમને મળતા રેલવે કન્સેશનને લાભ ઉઠાવીને લાંબી લાંબી મુસાફરીઓ બહુ ઓછા ખર્ચે પૂરી કરીને ઘેર પાછી ફરે છે. ઉપર જણાવેલ મિત્રમંડળીને અમે સાંજે અમારે ત્યાં ચા પીવાનું નિમંત્રણ આપ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org