SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ પરણેલાં હોવાં જોઈએ એમ એણે મનથી નક્કી કર્યું. આ સ્થળની અભુતતા દર્શાવવા માટે આથી વધારે ભવ્ય બીજી શી ક૯૫ના સંભવી શકે ? એમ કહેવાય છે કે આ ખડક ઉપર જ માર્કડેય. ઋષિએ તપ કરેલું અને દુર્ગા સપ્તશતીની રચના કરેલી છે. બાગેધરની આબોહવા અને ખનિજ શક્યતા બાગેશ્વર સમુદ્ર સપાટીથી ૩૦૦૦-૩૨૦૦ ફીટની ઊંચાઈએ આવેલ છે. અને તેથી અહીં ઠંડી બિલકુલ લાગતી નથી; દિવસના તો ઠીક ઠીક ગરમી લાગે છે. રાત્રીના માત્ર એક સુતરાઉ કપડું ઓઢવા માટે પૂરતું થઈ પડયું હતું. અહીં કેરી પુષ્કળ પ્રમાણમાં પાકે છે. આંબાઓ ઉપર કાચી કેરીઓ ઢગલાબંધ ખૂલતી દેખાતી હતી. એકાદ મહિના પછી આ કેરીઓ પાકશે અને ખાવા મળશે એમ ત્યાંના લોકો કહેતા હતા. બાગેશ્વરની આસપાસના પ્રદેશમાં તાંબુ, ગ્રેફાઈટ, લે અને સોપસ્ટોનની ખાણ છે અને અનેક પ્રકારના ખનિજ પદાર્થો મેળવવાની અહીં મોટી શક્યતા કલ્પવામાં આવે છે. ત્યાં એક ગૃહસ્થ સાથે અમારી નવી ઓળખાણ થઈ. તેમનું નામ શ્રીનાથ શાહ. તેમના કહેવા પ્રમાણે, તેઓ મૂળ ગુજરાતના, પણ કોઈ સામુદાયિક સ્થળાન્તરના કારણે સૈકાઓ પહેલાં તેમના પૂર્વજોએ ગુજરાત છેડેલું અને આ બાજુએ આવીને વસેલા. આ ભાઈ આ પ્રદેશની ખનિજવિષયક શક્યતાઓ વિષે ભારે આશાવાદી હતા, અને એનું સંશોધન કરીને તેને લાભ ઉઠાવવા માટે ભારત સરકાર અહીં સુધી રેલગાડી લઈ આવવાની છે, એવી આશા સેવતા હતા. - આ પ્રદેશના ગુણધર્મ ઘણા અંશે આપણી બાજુના ગરમ પ્રદેશને મળતા લાગ્યા. દા.ત., કેરી એ ગરમ પ્રદેશની નીપજ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy