________________
૧૯૬
આવેલા ભેાંયતળિયાના માળમાં પણ છે. અમે ઉપરના ભાગમાં રહ્યાં હતાં. નીચેનું ખાલી હતું.
ગગાકુટિરમાં પહોંચ્યાં ત્યારે તેના માલિક કેપ્ટન દૌલતસિંહ. અમારું સ્વાગત કરવાની રાહ જોતા ઊભા હતા. ગયે વર્ષે મહેન મેના તથા અજિતભાઈ કૌસાની આવેલાં ત્યારે તેમને કૅપ્ટન દોલતસિંહની એળખાણ થયેલી અને તેએ ગંગાકુટિમાં જ ત્રણ-ચાર દિવસ રહેલાં. એ પરિચયના આધારે જ અમારું આ વખતે ગગાટિરમાં રહેવાનુ` આગળથી નક્કી થયું હતું. બાજુએ બીજે બગલો છે. ત્યાં કેપ્ટન સાહેબ પોતે સહકુટુંબ રહે છે. અમારું તેમણે ચા-નાસ્તા આપી આતિથ્ય કર્યુ.. નવા સ્થળમાં અમે અમારા સામાન ગાઠવ્યા અને રહેવા, સૂવા, રસાઇ કરવા વગેરેની વ્યવસ્થા વિચારી લીધી. નૈનીતાલ તથા રાણીખેતમાં અમે હાટેલમાં રહ્યાં હતાં. અહી અમારે પોતા થકી રસાઈની વ્યવસ્થા કરવાની હતી. અહીં અવાડિયું રહેવાના અમારા વિચાર હતા.
અમે મે માસની ૨૫મી તારીખે અહીં આવ્યાં તે દિવસે જેટ માસના શુકલ પક્ષની સાતમ હતી. ઉત્તર દિશા તરફની પરસાળમાં પડતી બારીમાંથી ભારે વિશાળ પ્રદેશ દષ્ટિગેાચર થતા હતા. વચ્ચે કાઈ આડશ કે અન્તરાય નહાતા. ખારીની નીચે ઢાળાવ ઉપર નાનાં નાનાં ખેતરા દૂર દૂર પથરાયેલાં પડયાં હતાં અને એ ઢોળાવ પૂરા થતાં નીચે ખીણમાં ભારે વિશાળ મેદાન અને છૂટાંછવાયાં ગામડાંઓ નજરે પડતાં હતાં. તેની આગળ દિષ્ટ દોડાવતાં એકની આજુએ બીજી અનેક પર્વતમાળા દેખાતી હતી અને તેની પાછળ ૨૧૦ માઈલના વિસ્તારને આવરી લેતાં હિમ-શિખરેા આવ્યાં હતાં, જે વમાન ઋતુ દરમિયાન ધૂળધુમ્મસથી મોટા ભાગે ઢંકાયલાં રહેતાં હતાં. પરસાળમાં બેઠાં બેઠાં હિમાલયના આ વિસ્તારને એના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org