________________
૧૯૨
કરીને પાછા ફર્યા. રામદત્તજી બસ સ્ટેશન સુધી અમારી સાથે આવ્યા.. બસ સ્ટેશન પાસે સંસ્થાની એક નાની ઓફિસ જેવી ઓરડી છે ત્યાં તેઓ અમને લઈગયા, પ્રેમ વિદ્યાલયની વિશેષ માહિતી આપતું સાહિત્ય અમારા હાથમાં મૂક્યું અને ઉપાહાર વડે અમારે સત્કાર કર્યો... જાણે કે અમે ગાંધીજીના પ્રતિનિધિ હોઈએ એમ અમારા પ્રત્યે તેમણે ભારે ઉડો આદર દાખવ્યો.
સાંજ પડવા આવી હતી; દિવસ આથમવા આવ્યો હતો.. રાણખેત પાછા પહોંચવાનું હતું. સાડા પાંચ લગભગ રામનગરથી
આવતી બસમાં બેસીને રાણીખેત પહોંચી જઈશું એવી અમારી કલ્પના હતી. છ વાગ્યા પણ એ બસ આવી નહિ. તે બસ આવે. પણ તેમાં જગ્યા ન હોય તો અમને તે બસમાં બેસવા ન દે. તે પછી બીજી કઈ બસ તે આવવાની જ નહોતી. એટલે હું એન. સી. સી. કૅપના મિલિટરી કમાન્ડર પાસે ગયો અને શક્ય હોય તે અમારા માટે વાહનની વ્યવસ્થા કરી આપવા મેં વિનંતિ કરી. રાણીખેતથી દૂધ, શાક, પાંદડું વગેરે લેવા માટે એકાદ કલાક પછી. મિલિટરી ટ્રક જવાનું હતું. તેમણે ટેલીફેન કરીને અમારા માટે એક ટ્રક એક કલાક ખાસ વહેલું ઉપડે અને અમને રાણીખેત પહોંચાડે એવી વ્યવસ્થા કરી આપી. તેમને આ માયાળુ ભાવ જોઈને અમે મુગ્ધતા અનુભવી. મિલિટરી ટ્રકમાં બેસીને અંધારું થાય તે પહેલાં અમે રાણીખેત પહોંચી ગયાં.
બીજે દિવસે સાડાદશ વાગ્યાની બસમાં અમારે અહીંથી કૌસાની જવા ઊપડવાનું હતું, તેથી સામાન વગેરે પેક કરવા માટે સવારે વહેલા ઊઠયાં અને અમારી ટેલના પાછળના ભાગમાં પહેલી જ વાર અમને હિમશિખરનાં આછાં દર્શન થયાં. અજિતભાઈ ગયા. વર્ષે પણ અહીં આવેલા, તેથી આ સ્થળથી તેમ જ હિમશિખરોથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org