________________
૧૯o
તેના ગજા ઉપરવટનું કામ હતું; બીજી બાજુએ સમયાન્તરે દેશને રાજકરણ રંગ બદલાયે. આજે ઉત્તર પ્રદેશની સરકારને તેને સારે ટેકે છે સ્કૂલમાં આશરે ૨૦૦ વિદ્યાથી ભણે છે. તેમને પ્રધાનતઃ ઔદ્યોગિક શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષક, સમુદાય અને સંસ્થાના સૂત્રધાર સારા મળી ગયા છે. દૂર દૂરના વિદ્યાર્થીઓ માટે અહીં છાત્રાલય પણ છે. અને એમ છતાં આસપાસના પ્રદેશમાં વસતા વિદ્યાથીઓ ઠીક ઠીક અન્તર ચાલીને અહીં ભણવા આવે છે. આ પ્રેમ વિદ્યાલયે એક સજીવ–પ્રાણવાન શિક્ષણસંસ્થા તરીકે કુમાઉં પ્રદેશમાં સારી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ બધી હકીક્ત અમે રામદત્ત પાન્ડે પાસેથી જાગી. તે કહે કે “સંસ્થાનો વિકાસ સારો થયો છે. સરકારની મદદ પણ સારી છે. પણ કમનસીબે જેના વર્ષોની તપસ્યાનું આ શુભ પરિણામ છે, તે માટે મોટો ભાઈ આ બધું જોવાને હયાત નથી ! જ્યારે સંસ્થાને આગળ વધારવાને ખર વખત આવ્યો ત્યારે મારે એ ભાઈ ઈશ્વર પાસે ચાલી ગયો ! તેણે આઝાદીની લડતમાં જેલવાસ ભોગવ્યો, સરકારી પોલીસ તરફથી ઘણો ત્રાસ ભોગવ્યો, પણ પિતાની નિષ્ઠામાં હંમેશાં તે એકસરખો અચળ રહેલે, આમ વાત કરતાં પિતાના ભાઈને યાદ કરતાં તે ગળગળા થઈ ગયા.
પછી જયાં ગાંધીજી બે દિવસ અહીં આવીને રહેલા તે જગ્યાએ અમે પહોંચ્યા. ઊંચાણમાં વિશાળ ટેકરીના વક્ષસ્થળમાં જાણે કે કૌસ્તુભ મણિ જડયો ન હોય એવું આ નાનું, નમણું અને બદામી રંગે રંગેલું મકાન શોભતું હતું. મકાન ઉપરથી ઘણે દૂર સુધી ચોતરફ દૃષ્ટિ જઈ શકતી હતી. કંપાઉન્ડમાં દાખલ થતાં નાનું સરખું બગીચે છે. વચ્ચે ઊંચી પીઠિકા ઉપર ગાંધીજી તકિયાને અઢેલીને બેઠેલા છે અને શરીર ચાદર વડે ઢંકાયેલું છે એવી ગેરુઆ રંગની– ઘણુંખરું લાસ્ટર ઓફ પેરીસની બનાવેલી–ગાંધીજીની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવી છે. તડકે અને વરસાદથી સુરક્ષિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org