SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ ઉર્થન આપણને સહજપણે પ્રાપ્ત થવું જોઈએ તેવા મુt. આનંદને નૈનીતાલમાં અનુભવ થયો નહોતો. પણ હવે તે પ્રદેશ બદલાવા લાગ્યો, વાતાવરણ પણ બદલાતું લાગ્યું. હિમાલયના મુક્ત હવામાન વચ્ચે અમે હવે વિચારી રહ્યા છીએ, હિમાલયના હાર્દમાં હવે પ્રવેશ કરી રહ્યા છીએ એ અનુભવ હું કરવા લાગ્યો અને કલ્પનાશક્તિને પણ પાંખો ફૂટી રહી હોય એમ લાગવા માંડયું. ગરમ પાણી ઉપર જતી–આવતી બસો આશરે અડધો કલાક ખોટી થાય છે. અહીં દૂધ, ચા, દહીં, ગરમ પૂરી, શાક વગેરે મળે છે. અને જતા-આવતા પ્રવાસીઓ અહીં નાસ્તો કરીને તાજાં થાય છે. અમે પણ અહીં નાસ્તો કર્યો. વખત થતાં અમારી બસ પણ ઊપડી, થોડી વારમાં કોસી નદી આવી. જમણી બાજુએ આભોરા જવાને રસ્તે અમારા રસ્તાથી છૂટો પડતો હતો. અને ડાબી બાજુએ કેસીના કિનારે કિનારે અમારી બસ કેટલાક માઈલ સુધી દોડતી રહી. અત્યાર સુધી અમે જે પ્રદેશમાંથી પસાર થયા હતા તે આખો રસ્તો દેવદાર અને ચીડ તેમ જ બીજાં વૃક્ષોની ઘનઘટાથી આચ્છાદિત હતે. હવે એ લીલવણી આછી થવા લાગી. સૂકા કોરા પર્વત-પ્રદેશ ઉપર અમારી બસ હવે ઊંચે ને ઊંચે ચઢવા લાગી. સૂર્ય મધ્યાકાશ સમીપ જઈ રહ્યો હતો. તેના પ્રખર તાપથી આખો પ્રદેશ તપ હતો. ગરમી પણ હવે અકળાવતી હતી. સવારે આઠ વાગ્યાના બસમાં બેઠેલા એટલે થાક પણ કાંઈક જણાતા હતો. બધું સૂકું અને વેરાન જોઈને રાણીખેત પણ શું આવું સૂકું અને વેરાન હશે એ તક મનને સ્પર્શી જતો હતો. અમે નૈનીતાલથી ૩૦૦૦ ફીટ જેટલું ઊતર્યા હતા. એટલું જ પાછું અમારે ચઢવાનું હતું. કેસી નદીને કિનારો છોડીને બસ ઊંચે ને ઊંચે આગળ વધી રહી હતી. આખા પ્રદેશ ઉપર મધ્યાહૂન કાળની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy