________________
૧૬o તમે કહો ત્યારે તમારી હોટેલ ઉપર આવું.” સાંજના સાડા ચાર વાગ્યે અમારે ત્યાં આવવા મેં વિનંતી કરી. તેમણે કબૂલ કર્યું અને તે મુજબ તેઓ વખતસર આવ્યા અને અમારી સાથે એક કલાક ગાળે. દેશની આજની પરિસ્થિતિ વિષે, લેકોની નૈતિક અધોગતિ વિષે, કેગ્રેસની આજની રીતભાત વિષે, સરકારી તંત્ર વિષે એમ કંઈ કંઈ બાબત ઉપર અમારી ચર્ચા ચાલી. ગાંધીજીને તેમને ત્રણચાર વાર મળવાનું બનેલું. તેને લગતાં પોતાનાં સ્મરણે તેમણે અમને જણાવ્યાં. તેમનું અમે ચાપાણીથી આતિથ્ય કર્યું. બરાબર સાડા પાંચ થયા છે એમ તેમને ઘડિયાળ જોતાં ખબર પડી અને તેમણે અમારી રજા માગી.
છે. માયાદાસ પાતળી કાડીના ઊંચા અને તન્દુરસ્ત દેખાવના છે. શરીરનો વર્ણ ગૌર, મોઢા ઉપર ઉમ્મર અંગે થોડીક કરચલી, ગાલમાં કાંઈક ખાડા-આને લીધે જરૂર વૃદ્ધ લાગે; એમ છતાં તેમને સીધા જેશભેર ચાલતા જોઈએ ત્યારે તેઓ ખરેખર વૃદ્ધ છે એ આપણે ભૂલી જઈએ. ભૂરી ખાદીને હાફકોટ, પાટલુન અને ટોપી. એ તેમને ચાલુ પિશાક છે. તેમની સાદાઈ, નિખાલસતા, ધાર્મિકતા, આજની પરિરિથતિ વિષે તેમના દિલની દમયતા અને પોતાનો સમય જરા પણ નકામો ન જાય એ બાબતની જાગૃતિ–આ બધું જોતાં અમારા મન ઉપર તેમના વિષે ભારે ઊંડી છાપ પડી. તેમના સંબંધમાં ગંગાબહેન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે ડો. માયાદાસ અમારે ત્યાંના એક સંત પુરુષ છે અને તેમની કર્તવ્યનિષ્ઠા તે કેઈ અજબ પ્રકારની છે. ઈસ્પિતાલમાં તમે તેમને મળવા જાઓ તો ઔપચારિક એક-બે વાકયોની લેવડદેવડ સિવાય તેઓ તમારી. સાથે બિલકુલ વધારે વાત નહિ કરે. સવારે ૯ થી સાડાઅગિયાર સુધીનો સમય માત્ર આંખના દર્દીઓ માટે જ છે અને તેમાંથી એક મિનિટ. બીજાને આપવી તે દર્દીઓનો સમય ચોરવા બરાબર છે એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org