________________
૧૪૫
ઊંચાઈએ બિરલા વિદ્યામંદિર આવ્યું છે ત્યાં પહોંચ્યાં. આ સ્થળની ઊંચાઈ ૭૮૧૭ ફીટ છે. અહીં પહેલાં કોઈ મિશન સ્કૂલ હતી. તે સ્કૂલની જગ્યા અને મકાન બિરલાજીએ ખરીદી લીધાં અને બિરલા વિદ્યામંદિરની સ્થાપના કરી. આજે આ વિદ્યામંદિર ૬૫ એકર જમીન ધરાવે છે અને તેમાં રમતગમતનાં મેદાનો, છાત્રાલયો, ભોજનગૃહ, જુનિયર તથા સીનિયર સ્કૂલનાં મકાન, જીમનેશિયમ, કળાકારીગીરી વિભાગ, ઇસ્પિતાલ, સ્ટાફ માટેનાં નિવાસગૃહે વગેરે અનેક બાંધકામો પથરાયેલાં પડયાં છે. આ વિનય મંદિરમાં નિયત અભ્યાસક્રમ ઉપરાંત વિદ્યાર્થીઓની જુદી જુદી હબીઓ-સંસ્કારી શેખો-પોષાય તે માટે ડ્રામેટિક કલબ, કલેક્શન કલબ, ફોટોગ્રાફીક કલબ તથા સાયન્સ એસોસિયેશનની રચના કરવામાં આવી છે. રમતગમત માટે પૂરી સગવડ તથા વિપુલ સાધનસામગ્રી છે. વિદ્યાથી ' ઓની અહીં એક પાર્લામેન્ટ પણ ચાલે છે. હિન્દુ ધર્મને લક્ષમાં રાખીને ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે અને પ્રવાસ અને શૈક્ષણિક પર્યટને પ્રસંગે પ્રસંગે યોજવામાં આવે છે.
અમે વિદ્યામંદિરમાં પ્રવેશ કર્યો અને તેના બર્સ કોલેજના રજિસ્ટ્રારને મળતું સ્થાન છે) શ્રી જે. બી. પાડેને મળ્યા. તેમણે અમને સંસ્થાના જુદા જુદા વિભાગમાં ફેરવ્યા. બિરલા જેવા દાતા હાય અને ઘણી મોટી રકમનું ટ્રસ્ટ હોય એટલે મકાને, ગોઠવણ, વ્યવસ્થા વગેરેમાં ભાગ્યે જ કોઈ ખામી હેવા સંભવ છે. શિક્ષકો પણ ઉચ્ચ કક્ષાના સારા પગારે રોકવામાં આવતા હોય તે સ્વાભાવિક છે. જરૂરી કોઈ પણ સગવડ ઊભી કરવામાં આર્થિક ખર્ચનો તો કોઈ પ્રશ્ન જ ન હોય. શિક્ષણગૃહો, છાત્રાલય, પુસ્તકાલય એમ બધું જોતાં જોતાં એક સાથે ૪૦૦ વિદ્યાર્થીઓ ટેબલ, ખુરશી ઉપર જમી શકે એવા તેમના વિશાળ ભોજનગૃહમાં અમે પ્રવેશ કર્યો અને સુઘડતા અને સુચિપૂર્વકની રચના જોઈને અમે ખૂબ પ્રસન્નતા , ચિં. ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org