________________
૧૨
.
<
ઃ
એ પહેલાં ઈ. ૧૯૩૦માં, રાષ્ટ્રીય ચળવળના સંદર્ભમાં, એમણે * ઉપનગર સત્યાગ્રહ પત્રિકા ' ચલાવેલી તથા તા. ૧-૧-૩૪ થી તા. ૧-૧-૩૭ સુધી · તરુણ જૈન 'નું સંપાદન પણ કરેલું. આમ છતાં પત્રકાર તરીકેનું એમનું વ્યક્તિત્વ તે પાંગયુ· · પ્રભુદ્ધ જૈન ' દ્વારા જ. સંજોગવશાત્ આ પાક્ષિક ૯–૯–૧૯૩૩ થી ૧-૫'-૩૯ સુધી ખંધ રહ્યું. ત્યાર બાદ ૧લી મે ૧૯૩૯ થી એ ફ્રી શરૂ થયું ત્યારે ઝવેરચંદ મેઘાણીએ એમને પ્રેરણાદાયક પત્ર લખેલા ‘ તમને લેખનપ્રવૃત્તિ કરવાના માર્કા મળ્યા એથી હું મનમાં ને મનમાં અત્યંત હર્ષ અનુભવું છું, કેમ કે આ આત્માચ્ચારણને માગે જીવનના ભાર પણ હળવા થઈ શકશે અને જીવન જીવવાના પ્રયાજનમાં એક નવું કૌતુક ને નવા રસ ઉત્પન્ન થશે.’ સ્વ. મેઘાણીની પ્રસ્તુત આગાહી પરમાનદભાઈનાં પત્રકાર તરીકેનાં પછીનાં વર્ષો સત્ય કરાવી આપે છે. પ્રબુદ્ધ જૈન ' દ્વારા એમની આત્માભિવ્યક્તિને મેાકળાશ મળી, એમની વિકસતી જતી વિચારક્ષિતિજો માટે પ્રબુદ્ધ જૈન' જેવું સાંપ્રદાયિક નામ હવે એમને ખૂંચવા લાગ્યું. પરિણામે ઈ. ૧૯૫૩ના મે ની ૧ લી તારીખથી એ પાક્ષિક પ્રબુદ્ધ જીવન ના નામે નવજન્મ પામ્યું. આ નામપરિવર્તન પરમાનદભાઈની વિકસતી જતી જીવનસાધનાનું દ્યોતક બની રહ્યું.
<
(
*
સમાજ, ધર્મ, રાજકારણ વગેરે પરની એમની નિખાલસ અને નીડર આલાચનાઓએ પ્રમુદ્ધ જીવન ' તે ગુજરાતી પત્રકારત્વમાં એક અગ્રગણ્ય વિચારપત્રનું સ્થાન સ્થિર કરી આપ્યું. કાઈ પણ અનાવ પરની પરમાન દભાઈની તટસ્થ, તાજગીભરી અને તર્કબદ્ વિચારણા જાણવા ‘પ્રમુદ્ધ જીવન'ના વાચકો હમેશાં આતુર હોય જ. એમાં આવતાં પરમાનદભાઈનાં પ્રવાસવર્ણના, વ્યક્તિચિત્રો અને મૃત્યનોંધા પણ એમના વિશાળ વાચક વર્ગને ખૂબ જ આકતાં.
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org