________________
૧૩૪
છીએ તો ચાલે દાર્જીલીંગ જોઈ આવીએ” એમ અમારી મંડળીમાંના સૌના દિલમાં ઇરછા ફુરી આવી. પરિણામે અમે દાર્જીલીંગ જવા ઊપડયાં અને ત્યાં અઠવાડિયું રહ્યાં, જે દરમિયાન દાર્જીલીંગથી આશરે સાઠેક માઈલ દૂર આવેલ કાલિમપોંગ પણ અમે જઈ આવેલાં.
આમ ત્રણ ત્રણ વાર હિમાલયનો પરિચય કરવાની તક મળવા છતાં હિમાલય વિષેની ઝંખના મનમાંથી ઓછી થતી નહોતી. આનું એક કારણ એ હતું કે, ઉપર જણાવ્યું તેમ, મસૂરીમાં તો અમે વિશેષ ફરી જ ન શક્યાં અને સીમલા બે વાર ગયાં અને દાર્જીલીંગ એક વાર ગયાં તે પણ એ ત્રણે પ્રવાસો દરમિયાન સીમલા અને દાર્જીલીંગ તળમાં જ અમે મોટા ભાગે ઘૂમતાં રહેલાં અને તેથી આગળ ઊંડાણના પ્રદેશોમાં જવાનું બન્યું જ નહોતું. વળી, સીમલા કે દાર્જીલીંગ સપાટ પ્રદેશ ઉપર વસેલાં મોટાં શહેરની જ અમુક અંશે નાની સરખી આવૃત્તિ જેવાં છે. વળી, સીમલા કે દાર્જીલીંગમાં કોઈ પણ ઊંચાણમાં આવેલાં સ્થળેથી નીચે આવેલા સપાટ પ્રદેશનું દર્શન તો થયા જ કરે છે. તેથી હિમાલ્યની કોરનો જ માત્ર જાણે કે મને સ્પર્શ થયો છે, તેના હાર્દમાં મને હજુ પ્રવેશ જ મળ્યો નથી–આવો કાંઈક અસંતેષ મને પડયા કરતો હતો અને તેથી, હિમાલયનો વધારે સઘન પરિચય થાય, હિમાલયના અન્તર્ભાગમાં મને ફરવાનું–વિચારવાનું બને, આવો કોઈ પ્રવાસ યોજાય તે કેવું સારું-એમ મન કેટલાક સમયથી ઝંખતું હતું. આ ઝંખના કંઈક અંશે તૃપ્ત થાય એવો સુગ આ સાલમાં પેદા થયો અને પરિણામે
કુમાઉ હિલ્સ'ના નામે ઓળખાતા હિમાલયના વિભાગમાં આવેલા * કેટલાંક સ્થળોએ પ્રવાસ કરવાનું ગયા મે-જૂન દરમિયાન બની આવ્યું. નૈનીતાલ બાજુ પ્રવાસે નીકળવાનો નિર્ણય અને પ્રયાણ
મારી પુત્રી મેના અને તેના પતિ શ્રી અજિત દેસાઈ તેમનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org