________________
જાતને નાનમ સમજવી જોઈએ. આ રીતે વિભાગી યુવક પ્રવૃત્તિ હવે બંધ કરીને સમગ્ર જૈન સમાજને લાગુ પડતી યુવક પ્રવૃત્તિની રચના થવી જોઈએ. જ્યાં વસ્તુતઃ જુદા રહેવાને કે ગણવાને કશું પણ તાત્ત્વિક કારણ નથી ત્યાં જુદા રહેવા કે ગણવાનો આગ્રહ રાખવો એ કેવળ સાંપ્રદાયિક અભિમાન સિવાય બીજું કાંઈ નથી. આમ છતાં પણ આપણાથી વાસ્તવિક પરિસ્થિતિ સામે આંખ આડા કાન કર્યું ચાલશે નહિ, અને આપણે જેનોના એકીકરણ માટે ગમે તેટલી આતુરતા ધરાવીએ એમ છતાં પણ આપણે ત્યાં ફીરકા ભેદ હજુ ચાલુ છે એ વાતની ના કહી શકાશે નહિ. તદુપરાંત એ પણ ધ્યાનમાં લેવાનું જ રહ્યું છે કે જે કોઈ જે ફીરકા સાથે જોડાયેલા હોય તેને પોતાના ફીરકામાં કાર્ય કરવાનો જે અવકાશ છે તે અવકાશ અન્ય ફીરકામાં મળવા સંભવ ઓછો છે અને આપણે આશય સમાજના સર્વ વિભાગ અને વર્ગોને બને તેટલું પહોંચવાનો છે. આ વ્યવહારવિચારને અને ઉપરના આદર્શને જૈન યુવક પ્રવૃત્તિની પુર્નઘટનામાં શી રીતે સમન્વય કરવો એ એક વિચારણીય પ્રશ્ન બને છે.
પ્રથમ તે ત્રણે ફીરકાઓની ધાર્મિક માન્યતા સંબંધમાં જે મુખ્ય મતભેદો છે તે સંબંધમાં આપણે આપણું વલણ નિશ્ચિત કરવું જોઈએ અને તે મુજબ વ્યક્ત કરવું જોઈએ. પહેલી બાબત મૂર્તિપૂજાની લઈએ. આપણામાંના કેટલાક આત્મોન્નતિના અનેક સાધનોમાંના એક અતિ ઉપયોગી સાધન તરીકે મૂર્તિપૂજાની આવશ્યકતા સ્વીકારતા હોય છે, કેટલાક તેની ઉપયોગિતા સ્વીકારતા નથી. આમ છતાં પણ નીચેની બાબતમાં આપણે સૌ લગભગ એકમત છીએ જ.
(૧) આજે ચાલી રહેલી મૂર્તિપૂજા પાછળના વહેમ અને
ખોટી માન્યતાઓ દૂર કરવાં જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org