________________
૩૨૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા તત્વજ્ઞાન ચર્ચા તથા સત્સંગનું તીર્થક્ષેત્ર તે સંસ્થા પણ બની રહી છે.
શ્રીમદ્ લઘુરાજ સ્વામી દક્ષિણમાં ખાનદેશ, પશ્ચિમમાં કાઠિયાવાડ અને ઉત્તરમાં મારવાડ સુધી વિહાર કરી આવેલા; પરંતુ મુખ્યત્વે ચારેતરમાં તે વિચરતા અને તેમના પ્રસંગમાં આવેલા ગૃહસ્થ તથા ત્યાગી વર્ગની કઈ સ્થળમાં સ્થિરતા કરવાની સૂચના તેમજ આગ્રહ છતાં, જ્યાં સુધી પગમાં શક્તિ હોય ત્યાં સુધી વિહારની પદ્ધતિ ચાલુ રાખવાની દ્રઢતા તેમણે રાખેલી. પરંતુ ઢીંચણમાં વાનું દરદ તથા હરસ વગેરે વ્યાધિઓ વધી જતાં અગાસ પાસેના સંદેશર ગામમાં ઘણા ભક્તજનેને સમૂહ ભક્તિ નિમિત્તે એકત્ર થયેલ તેમના આગ્રહથી તેમણે કોઈ સ્થળ શ્રીમદ્દના સ્મારક તરીકે અને ભક્તિધામ તરીકે પસંદ કરી મકાન બને તે ઘણે વખત રહેવાનું સ્વીકાર્યું. સંદેશરના સ્વ. જીજીભાઈ કરીને ઉદાર ગૃહસ્થ જમીન આપી અને એક સારી રકમની ગૃહસ્થાએ ટીપ કરી; એ પ્રકારે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ”ની અગાસ સ્ટેશન પાસે સં. ૧૯૭૬ના કાર્તિક સુદ પૂનમે સ્થાપના થઈ. | શ્રી લઘુરાજ સ્વામીનું ચેમાસા સિવાયના વખતમાં ઘણી વખત “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ”માં હેવાનું બનતું; અને ચૌદ ચેમાસ આશ્રમમાં થયેલાં; તેથી ઘણા આત્માથી સજ્જનેને સત્સંગ ભક્તિને લાભ કાયમ મળવાને સંભવ જણયાથી, ધર્મશાળારૂપે કેટલીક ઓરડીઓ અને મકાને બંધાયાં છે, વધતાં વધતાં એક નાનું ગોકળિયું ગામ હોય તેવું આ આશ્રમ બની ગયું છે. કાયમ સે દોઢસે માણસો રહે છે. શ્રીમદ્ રાજચંદ્રના વચનો અને તેમની પાસેથી શ્રવણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org