________________
શ્રીમદ્દ્ની સશિક્ષા
૩૦૭
નિશ્ચયમાં હૃતતા એ જેવાં હતાં તેવાં આજે નથી; તેથી તે આજે ઘણું ક્ષીણપણું થયું છે, જોકે હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદ પ્રાપ્ત થઇ નથી, તેમ સત્પુરુષરહિત ભૂમિ થઈ નથી, તેાપણુ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ.
આવું કાળનું સ્વરૂપ જોઈને મેાટી અનુકંપા હૃદયને વિષે અખંડપણે વર્તે છે. જીવાને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિના ઉપાય એવા જે સર્વોત્તમ જ્ઞાનીની અનુકંપા પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય, તે જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તે થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવાને-ઘણા જીવાને-પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે; તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ, અને તેનાં કારણેા પણ ઉપર જણાવ્યાં છે.
જે પુરુષનું દુર્લભપણું ચેાથા કાળને વિષે (સત્યયુગ વિષે) હતું તેવા પુરુષને જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવાને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું એળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તે તેમને જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહેવા દુર્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તે પણ તેના સત્સંગ રહેવા દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય તે તે તે છે. તે આવી સ્થિતિમાં જોઇ ઉપર જણાવ્યાં
કારણ
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International