SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પ્રજાને પિતે એક માનીતે નોકર છે એવી ભાવના રાખી પુણ્ય કર્મો જ ઉપાર્જન કરે છે. હવે પાપાનુબંધી પુણ્યના ફળરૂપ રાજસત્તા ધારણ કરનાર રજસૂ–તમે-ગુણપ્રધાન રહી, રાજસત્તા મેળવવામાં ઈન્દ્રિયઆરામી રહી પ્રજા તરફની પિતાની ફરજે ભૂલી જાય છે; અર્થાત્ અનેક પ્રકારના અધમ જાતના કરે પ્રજા ઉપર નાખી પાપકર્મો ઉપાર્જન કરે છે. આ બે પ્રકારના નૃપતિઓ પૈકી પહેલી પંક્તિના આગળ વધી ચક્રવતી, ઈન્દ્ર આદિ દેવલેક સુધી ચઢે છે; અને બીજા પ્રકારના નીચે નરક ગતિને પ્રાપ્ત થાય છે તેમને રાજેશ્રી તે નરકેશ્રી' એ કહેવત લાગુ પડે છે. આ કળિયુગ છે. તેમાં પહેલા પ્રકારના નૃપતિઓ થવા દુર્લભ છે. બીજા પ્રકારની વિભૂતિવાળા જ ઘણું કરીને હોય છે. તેથી આ કહેવત આ યુગમાં પ્રચલિત છે, તે બધાને લાગુ પડી શકે નહીં. ફક્ત આપખુદી સત્તા ભેગવનાર, પ્રજાને પીડી, રાજ્યનું દ્રવ્ય કુમાર્ગે વાપરનાર રાજાઓને જ લાગુ પડે છે. મહારાજા : આ ઈડર પ્રદેશ સંબંધી આપના શા વિચારે છે? શ્રીમદ્ ઃ આ પ્રદેશનાં ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તે મને અસલની–તેમાં વસનારાઓની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિને પુરાવે આપે છે. જુઓ તમારે ઈડરિયે ગઢ, તે ઉપરનાં જૈન દેરાસરે, રૂખી રાણીનું માળિયું–રણમલની ચેકી, મહાત્માઓની ગુફાઓ, અને ઔષધિ વનસ્પતિ આ બધું અલૌકિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy