________________
૨૦
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
આણંદથી શ્રીમદ્ નડિયાદ પધાર્યાં હતા. સેવાભક્તિમાં શ્રી અંખાલાલભાઈ બધાં ગામામાં સાથે જ રહેતા. એક દિવસે શ્રીમદ્ બહાર ફરવા ગયા હતા ત્યાંથી મંગલે પાછા આવ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી; ફાનસ મંગાવી શ્રીમદ્ લખવા બેઠા અને શ્રી અંબાલાલભાઈ ફાનસ ધરી ઊભા રહ્યા. કલમ ચાલી તે ચાલી. એકસેસ બેતાળીસ ગાથાઓ પૂરી થઈ રહી, ત્યાં સુધી શ્રી અંબાલાલભાઈ હાથમાં ફાનસ ધરી દીવીની પેઠે ઊભા રહ્યા. અનેક જીવાના અજ્ઞાન અંધકારને દૂર કરનાર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અવતારને પરમભક્તિથી વિનયદ્રષ્ટિએ જોતા એ પરમભક્ત શ્રી અંબાલાલભાઈ અનેક જીવેાનાં પાપને દૂર કરનાર ગંગાને સ્વર્ગમાંથી પોતાના પિતૃઓના ઉદ્ધાર અર્થે ઉતારવા તપ કરનાર ભગીરથની સમાનતા ધરી રહ્યા હતા. શ્રી વિષ્ણુના ચરણકમળમાંથી ઉત્પન્ન થઈને વહેતી પવિત્ર ગંગા નદી સમાન શ્રી આત્મસિદ્ધિ શ્રીમની લેખિની દ્વારા વેગભરી વહી રહી હતી. રાત્રિના અંધકારને દૂર કરતી ચંદ્રપ્રભા જગતના આનંદને વધારે તેમ અનેક મુમુક્ષુઓના અનાદિ અજ્ઞાન-અંધકારને દૂર કરી આત્મપ્રતીતિરૂપી અધ્યાત્મપ્રકાશથી સહજ આનંદ પ્રગટાવવા સમર્થ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રી અંબાલાલભાઈને આપવામાં આવ્યું; અને તેની ચાર નકલા કરી ચાર મહાભાગ્યશાળી પુરુષાની ચેાગ્યતા જાણી દરેકને એક એક નકલ મેાકલવાની આજ્ઞા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org